નવી દિલ્હી : આઇપીઍલની 12મી સિઝન પુરી થઇ અને ઍકંદરે વર્લ્ડ કપ પહેલાની આ ટુર્નામેન્ટ ભારતીયો માટે સારા સમાચાર લઇને આવી છે. આ ટુનાર્મેન્ટમાં ઍક તરફ હાર્દિક પંડ્યા અને કેઍલ રાહુલે મેદાન બહારના વિવાદોને પાછળ મુકીને જોરદાર પ્રદર્શન કરીને પોતાનું ફોર્મ પાછું મેળવી લીધું છે. તો વળી બીજી તરફ ડેવિડ વોર્નર અને આન્દ્રે રસલે જેવા ખેલાડીઓઍ પોતાની વિસ્ફોટક બેટિંગ વડે હરીફ ટીમો સામે ખતરાની ઘંટડી વગાડી દીધી છે. બધા લોકો જ્યારે કુલદીપ યાદવ અને યજુવેન્દ્ર ચહલ વિશે વાત કરતાં હતા ત્યારે 40 વર્ષના ઇમરાન તાહિરે ઉંમર માત્ર ઍક આંકડો હોવાનું પુરવાર કરતાં પોતાની સ્પિન કળાનો ઝંડો જોરદાર લહેરાવી દીધો છે.
આ સિઝનને ખરાબ અમ્પાયરિંગ માટે ખાસ યાદ રાખવામાં આવશે. વર્લ્ડકપ વાળા વર્ષમાં જ્યારે ધ્યાન ઇન્ટરનેશનલ ક્રિકેટરો પર કેન્દ્રિત હતું ત્યારે ટાઇટલના પ્રબળ દાવેદારોમાની ઍક ઍવી ટીમ ઇન્ડિયા માટે સૌથી મોટો ફાયદો હાર્દિક પંડ્યા અને કેઍલ રાહુલનું ફોર્મ રહ્યું. ટીવી શો પર ખોટી ટીપ્પણીઅો કરવાના કારણે વિવાદમાં સપડાયેલા બંને ક્રિકેટરોઍ પોતાની સમગ્ર ઉર્જા આ ટુર્નામેન્ટમાં સારું પ્રદર્શન કરવા પાછળ લગાવી અને વર્લ્ડ કપ પહેલા ભારતીય ટીમ માટે ઍ ઍક સારો સંકેત રહ્યો હતો.
કિંગ્સ ઇલેવન પંજાબની ટીમ પ્લેઅોફમાં તો ન પહોંચી પણ ટુર્નામેન્ટમાં 593 રન કરીને કેઍલ રાહુલ સર્વાધિક રન કરનારા બેટ્સમેનોની યાદીમાં વોર્નર પછી બીજા ક્રમે રહ્યો હતો. હાર્દિક ફરી ઍકવાર ગેમ ચેન્જર અને ઍક્સ ફેક્ટર બનીને સામે આવ્યો હતો. તેણે 191થી વધુની સ્ટ્રાઇક રેટ સાથે 402 રન બનાવ્યા તો સાથે જ 14 વિકેટ લીધી અને 11 કેચ પક્ડ્યા. શમી અને બુમરાહે 19-19 વિકેટ ઉપાડીને પોતાની ઉપયોગીતા સાબિત કરી. જો કે કુલદીપ અને ચહલ માટે જે હાઇપ બની હતી, તેમાંથી ચહલ કંઇક અંશે સારું પ્રદર્શન કરી શક્યો પણ કુલદીપ નાકામ રહ્યો અને મોટાભાગનો સમય તેણે બેન્ચ પર બેસીને કાઢ્યો.