આઇસીસી દ્વારા મંગળવારે જાહેર કરાયેલા ટેસ્ટ રેન્કિંગમાં ઓસ્ટ્રેલિયાના પેટ કમિન્સે એશિઝ સિરીઝની પ્રથમ ટેસ્ટમાં 7 વિકેટ લેવાની સાથે બોલર્સના રેન્કિંગમાં પોતાનું ટોચનું સ્થાન વધુ મજબૂત કરી દીધું હતું. કમિન્સે પોતાના કેરિયર બેસ્ટ 898 રેટિંગ્સ પોઇન્ટ મેળવ્યા છે અને તે છેલ્લા 50 વર્ષોમાં ગ્લેન મેકગ્રા અને શેન વોર્ન પછી સૌથી વધુ રેટિંગ્સ પોઇન્ટ મેળનારો ત્રીજો ઓસ્ટ્રેલિયન બોલર બન્યો છે.
એશિઝ સિરીઝની પ્રથમ ટેસ્ટમાં બોલિંગમાં નબળુ પ્રદર્શન કરનારા ઇંગ્લેન્ડના ઝડપી બોલર જેમ્સ એન્ડરસનને એક સ્થાનનુ્ં નુકશાન થયું છે અને તેના રેટિંગ પોઇન્ટ 862 પરથી ઘટીને 831 થઇ જતાં તે ત્રીજા સ્થાને સરકી ગયો છે અને દક્ષિણ આફ્રિકાનો કગિસો રબાડા બીજા સ્થાને પહોંચ્યો છે. ઓસ્ટ્રેલિયા સામે વિકેટની સદી પુરી કરનાર સ્ટુઅર્ટ બ્રોડ બે ક્રમ ઉપર ચઢીને 16 જ્યારે ક્રિસ વોક્સ ચાર ક્રમ ચઢીને 29માં ક્રમે પહોંચી ગયો છે.
ટોપ ટેન ટેસ્ટ બોલર્સ
[table id=18 /]