ભારત અને શ્રીલંકા વચ્ચે અહીં રમાયેલી વર્લ્ડ કપની લીગ રાઉન્ડની મેચ દરમિયાન હેડિંગ્લેના આકાશમાં વિમાન દ્વારા દર્શાવાયેલા ભારત વિરોધી બેનર લહેરાવવાના મુદ્દાને કારણે નારાજ બીસીસીઆઇઍ અસ્વીકાર્ય ગણાવીને ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સીલ સમક્ષ આ મામલે પોતાના ખેલાડીઓની સુરક્ષાનો મુદ્દો ફરી ઍકવાર ઉઠાવ્યો હતો.
રાજકારણ પ્રેરિત ઍક અન્ય ઘટના હેઠળ શનિવારે મેચ શરૂ થયાની થોડી મિનીટો પછી ઍક વિમાન સ્ટેડિયમ પરથી પસાર થયું હતું જેમા કાશ્મીર સાથે ન્યાયનું બેનર દર્શાવાયું હતું, તે પછી અડધા કલાક પછી ફરી ઍ વિમાન પસાર થયું અને તેમાં ભારત નરસંહાર બંધ કરો, કાશ્મીરને આઝાદ કરોનું બેનર દર્શાવાયું હતું. ભારતીય ટીમનો દાવ ચાલું હતો ત્યારે ત્રીજુ વિમાન પસાર થયું જેમાં ટોળા દ્વારા હત્યા બંધ કરવામાં મદદ કરોનું બેનર દર્શાવાયું હતું.
બોર્ડના ઍક અધિકારીઍ આ મામલે કહ્યું હતું કે આ વાત સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે. અમે આઇસીસીને લેખિતમાં ફરિયાદ કરીને હોડિંગ્લેમાં જે થયું તે મામલે ચિંતા વ્યક્ત કરી છે. જા સેમી ફાઇનલમાં આમ થયું તો તે ઘણું કમનસીબીની વાત ગણાશે. આઇસીસીઍ પોતે પણ આ ઘટના અંગે નિરાશા વ્યક્ત કરીને કહ્યું હતું કે અમે ખુબ જ નિરાશ છીઍ કે ફરી આવું થયું, અમે આઇસીસી વર્લ્ડ કપ દરમિયાન કોઇપણ રાજકીય સંદેશને મંજૂરી નથી આપતા.