નવી દિલ્હી : રાજસ્થાન રોયલ્સ સામે સોમવારની રાત્રે ઋષભ પંતે રમેલી જોરદાર ઇનિંગની ચોમેર પ્રશંસા થઇ રહી છે. ભારતીય ટીમના માજી કેપ્ટન અને દિલ્હી કેપિટલ્સના સલાહકાર સૌરવ ગાંગુલી તેમજ ટીમના કોચ રિકી પોન્ટિંગે પણ પંતની પ્રશંસા કરી હતી. તેમાં પોન્ટિંગે તો પંતને બીજા ગ્રહ પરથી આવેલી વ્યક્તિ ગણાવ્યો હતો.
રાજસ્થાન રોયલ્સ સામેની મેચમાં વિજય પછી સૌરવ ગાંગુલીઍ ટ્વિટ કર્યુ હતું કે ઋષભ પંત આ વિજયનો તુ હકદાર છે. તુ શ્રેષ્ઠતમ છે. ઍ ઉલ્લેખનીય છે કે મેચ પછી ગાંગુલીઍ મેદાન પર પહોંચી જઇને ઋષભ પંતને ઉંચકી લીધો હતો. પોન્ટિંગે કહ્યું હતું કે પંત ઍવો લાગે છે કે જાણે તે બીજા ગ્રહ પર હોય. તે ઘણો પ્રતિભાશાળી છે અને આવી પરિસ્થિતિમાં રમવાની તેને મજા પડે છે.