હૈદરાબાદ : સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની આજની મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર દ્વારા પોતાની પ્લેઇંગ ઇલેવનમાં 16 વર્ષના પ્રયાસ રે બર્મનને ટીમમાં સામેલ કર્યો હતો. પ્રયાસે આ સાથે જ 16 વર્ષની વયે આઇપીઍલમાં ડેબ્યુ કરીને સૌથી યુવા ખેલાડી બન્યો હતો. તેણે મુજીબ ઉર રહેમાનનો રેકોર્ડ તોડ્યો હતો. મુજીબે 17 વર્ષ 11 દિવસની વયે આઇપીઍલમાં ડેબ્યુ કર્યુ હતું. પશ્ચિમ બંગાળના દુર્ગાપુરમાં જન્મેલા પ્રયાસના પિતા કૌશિક રે ઍક ડોક્ટર છે. લેગ સ્પિનર પ્રયાસ બંગાળની ટીમ વતી રમતો અોલરાઉન્ડર છે. આઇપીઍલની હરાજીમાં આરસીબીઍ તેને 1.5 કરોડમાં ખરીદ્યો હતો.
આઇપીઍલમાં ડેબ્યુ કરનારા સૌથી યુવા ખેલાડી
ખેલાડી વય
પ્રયાસ રે બર્મન 16 વર્ષ 157 દિવસ
મુજીબ ઉર રહેમાન 17 વર્ષ 11 દિવસ
સરફરાઝ ખાન 17 વર્ષ 177 દિવસ
પ્રદીપ સાંગવાન 17 વર્ષ 179 દિવસ
વોશિંગ્ટન સુંદર 17 વર્ષ 199 દિવસ