બાંગ્લાદેશ સામેની એકમાત્ર ટેસ્ટમાં અફઘાનિસ્તાન વતી પહેલી ઇનિંગમાં સદી ફટકારીને રહમત શાહે ઇતિહાસ રચ્યો હતો. આ જમણેરી બેટ્સમેને અહીં 186 બોલમાં 102 રનની ઇનિંગ રમી હતી અને તે અફઘાનિસ્તાન વતી ટેસ્ટ ક્રિકેટમાં સદી ફટકારનારો પ્રથમ ક્રિકેટર બન્યો હતો. તેણે પોતાની ઇનિંગમાં 10 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. આ અગાઉ કોઇ બેટ્સમેન અફઘાનિસ્તાન વતી સદી ફટકારી શક્યો નહોતો. અફઘાનિસ્તાન આ પહેલા ભારત અને આયરલેન્ડ સામે એક-એક ટેસ્ટ રમી ચુક્યું છે અને આ તેમની ત્રીજી ટેસ્ટ છે.