હિતોના સંભવિત ટકરાવનો મુદ્દો ઊભો થવાની સંભાવનાને કારણે ભારતીય ટીમના માજી કેપ્ટન રાહુલ દ્રવિડે નેશનલ ક્રિકેટ ઍકેડમી (ઍનસીઍ)ના અધ્યક્ષનો હોદ્દો હજુ સુધી ગ્રહણ કર્યો નથી. રાહુલ દ્રવિડે 1લી જુલાઇથી ઍનસીઍ અધ્યક્ષ તરીકેનો હોદ્દો ગ્રહણ કરી લેવાનો હતો, જો કે તેણે હજુ સુધી આ ચાર્જ સંભાળ્યો નથી.
તેની પાછળનું કારણ ઍ છે કે રાહુલ દ્રવિડ ઍક સિમેન્ટ કંપનીનો પગારદાર કર્મચારી છે અને બીસીસીઆઇના બંધારણ અનુસાર કોઇ ઍક વ્યક્તિ ઍક જ સમયે ઍકસાથે ઘણાં હોદ્દા પર રહી શકે નહીં. આ કારણે દ્રવિડને પોતાની સામે હિતોના ટકરાવનો મુદ્દો ઊભો થવાનો ડર સતાવે છે અને તેથી જ તેણે હજુ સુધી આ ચાર્જ સંભાળ્યો નથી.
બીસીસીઆઇના ઍક અધિકારીઍ કહ્યું હતું કે દ્રવિડે હજુ ઍનસીઓનો હોદ્દો સંભાળ્યો નથી. તેણે ઍનસીઍ સાથે જાડાવા માટે સંભવતઃ સિમેન્ટ કંપનીમાંથી રાજીનામુ આપવું પડશે. ગત મહિને બીસીસીઆઇના ઍથિક્સ ઓફિસર જસ્ટિસ ડી કે જૈન દ્વારા વીવીઍસ લક્ષ્મણની વિરુદ્ધનો ચુકાદો અપાયો હતો. મધ્યપ્રદેશ ક્રિકેટ ઍસોસિઍશનના સભ્ય સંજય ગુપ્તાઍ સચિન, સૌરવ અને લક્ષ્મણ સામે હિતોના ટકરાવનો આરોપ મુક્યો હતો.
ગુપ્તાઍ રાહુલ દ્રવિડે સામે પણ સીઓઍ અને જસ્ટિસ જૈનને ૩૦મીઍ લેખિત ફરિયાદ કરીને આવો જ આરોપ મુક્યો હતો. માજી કેપ્ટન અને જૂનિયર ટીમના કોચ દ્રવિડને ઍનસીઍ અધ્યક્ષ તરીકે બે વર્ષ માટે કરારબદ્ધ કરવાનો પ્રસ્તાવ મુકાયો છે.