કોલકાતા : રવિવારે અહીંના ઇડન ગાર્ડન્સ પર રમાયેલી મેચમાં ચેન્નઇ સુપર કિંગ્સે ઇમરાન તાહિરની જારદાર બોલિંગ અને સુરેશ રૈનાની અર્ધસદીની મદદથી કોલકાતા નાઇટ રાઇડર્સને 5 વિકેટે હરાવીને 8 મેચમાં 7મો વિજય મેળવ્યો હતો. કોલકાતા નાઇટ રાઇડર્સે ક્રિસ લીનની 82 રનની ઇનિંગની મદદથી 8 વિકેટે 161 રન કર્યા હતા. જેની સામે ચેન્નઇઍ અંતિમ ઓવરના ચોથા બોલે 5 વિકેટના ભોગે 162 રન કરીને મેચ જીતી લીધી હતી. ઇમરાન તાહિરે 27 રન આપીને 4 વિકેટ લીધી હતી અને તેને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો.
27 રનમાં 4 વિકેટ લેનાર ઇમરાન તાહિરના સ્પિન છટકામાં સપડાયેલું કેકેઆર 162 રન જ બનાવી શક્યું
ધોનીઍ ટોસ જીતીને પહેલા ફિલ્ડીંગનો નિર્ણય કર્યો હતો. કોલકાતા નાઇટ રાઇડર્સને લીને જોરદાર શરૂઆત અપાવી હતી અને તેણે 36 બોલમાં પોતાની અર્ઘસદી પુરી કરી હતી. જો કે ઍ પછી ઇમરાન તાહિરે પોતાની 4 ઓવરમાં મેચની દિશા પલટી નાંખી હતી. તેણે 11મી ઓવરમાં નીતિશ રાણા અને રોબિન ઉથપ્પાની વિકેટ ઉપાડી હતી અને તે પછી 15મી ઓવરમાં તેણે ક્રિસ લીન અને આન્દ્રે રસેલની વિકેટ ઉપાડીને કોલકાતાની રનગતિને અટકાવી દીધી હતી. તેના પરિણામે જે સ્કોર ઍક સમયે 200 પાર જતો દેખાતો હતો તે 170 સુધી પણ ગયો નહોતો. લીને 51 બોલમાં 7 ચોગ્ગા અને 6 છગ્ગાની મદદથી 82 રન બનાવ્યા હતા.
19મી ઓવરમાં જાડેજાઍ 3 ચોગ્ગા સાથે 16 રન કરીને મેચને ચેન્નઇ સુરપ કીંગ્સની તરફેણમાં ફેરવી
લક્ષ્યનો પીછો કરતાં ચેન્નઇની શરૂઆત ખરાબ રહી હતી અને પાવરપ્લેની 6 ઓવર પછી તેમનો સ્કોર 2 વિકેટે 44 રન હતો. તે પછી રાયડુ ફરી ઍકવાર ફેલ ગયો હતો અને તે સમયે તેમનો સ્કોર 10 ઓવરમાં 70 રન હતો. કેદાર જાદવ પણ ઝડપી રમવા જતાં આઉટ થયો અને તે પછી 121ના સ્કોર પર ધોની આઉટ થયો હતો. અહીંથી સુરેશ રૈના અને રવિન્દ્ર જાડેજા ટીમને જીત સુધી લઇ ગયા હતા.19મી ઓવરમાં જાડેજાઍ 3 ચોગ્ગા સાથે 16 રન કરીને મેચનું પાસું પલટી નાંખ્યું હતું.