જયપુર : આઇપીઍલની હાલની સિઝનમાં આરસીબી સામે મેળવેલા પહેલા વિજયથી ઉત્સાહિત રાજસ્થાન રોયલ્સની ટીમ આવતીકાલે પોતાના હોમ ગ્રાઉન્ડ પર જ્યારે કોલકાતા નાઇટ રાઇડર્સ સામે મેદાને પડશે તો તેની સામે આન્દ્રે રસેલ, નીતિશ રાણા, રોબિન ઉથપ્પા અને શુભમન ગીલ જેવા ઇનફોર્મ બેટ્સમેનોને રોકવા ઍ મોટો પડકાર હશે.
જાેફ્રા આર્ચર, જયદેવ ઉનડકટ, બેન સ્ટોક્સ જેવા બોલર ટુર્નામેન્ટમાં ડેથ અોવરમાં અત્યાર સુધી મોંઘા જ પુરવાર થયા છે. આ સ્થિતિમાં આરસીબી સામે પાવર હિટીંગ કરનારા આન્દ્રે રસેલને કાબુમાં લેવા તેમણે પોતાની વ્યુહરચના નવેસરથી ઘડવી પડશે. રાજસ્થાન રોયલ્સ માટે હકારાત્મક પાસુ શ્રેયસ ગોપાલ રહ્યો છે. જેણે પોતાની ગુગલી વડે વિરાટ કોહલી અને ઍબી ડિવિલિયર્સને આઉટ કર્યા હતા. જા કે બેગ્લોર સામેના વિજય પછી પણ રાજસ્થાન રોયલ્સની ટીમમાં ઘણી ખામીઅો છે અને તેમાં સુધારો નહીં થાય તો તેઅોઍ મેચ ગુમાવવી પડી શકે છે.