જયપુર : રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર બંનેનું પ્રદર્શન અત્યાર સુધી નિરાશાજનક રહ્યું છે અને બંને ટીમને પોતાના અભિયાનમાં પ્રાણ ફુંકવા માટે ઍક વિજયની જરૂર છે. ત્યારે આઇપીઍલની 12મી સિઝનમાં અત્યાર સુધી ઍકપણ મેચ જીતવામાં નિષ્ફળ રહેલી બે રોયલ ટીમો વચ્ચે મંગળવારે જ્યારે જંગ ખેલાશે ત્યારે બંને ટીમની નજર પોતાનો પહેલો વિજય મેળવવા પર હશે.
રાજસ્થાન રોયલ્સની ટીમ મહત્વના સમયે વિરોધી ટીમ પર સકંજા કસવામાં નિષ્ફળ રહી છે. તેણે જે ત્રણ મેચ હારી છે તે તમામમાં તેની સ્થિતિ સારી હતી પણ તેઓ તેનો ફાયદો ઉઠાવવામાં નિષ્ફળ રહ્યા છે. કિંગ્સ ઇલેવન પંજાબ, સનરાઇઝર્સ હૈદરાબાદ અને ચેન્નઇ સુપર કિંગ્સ સામેની મેચમાં સારી સ્થિતિ છતાં તેઅો હાર્યા છે.
રોયલ્સની પાસે બેન સ્ટોક્સ અને સ્ટીવ સ્મીથના રૂપમાં ક્વોલિટી પ્લેયર છે પણ તેઓ હજુ જાઇઍ તેવું પ્રદર્શન કરી શક્યા નથી. ચેન્નઇ સામેની મેચમાં સ્ટોક્સ ઝળક્યો હતો પણ તે ટીમને વિજય સુધી દોરી શક્યો નહોતો. બટલર, રહાણે અને સેમસન અપેક્ષાકૃત સારું પ્રદર્શન કરી રહ્યા છે. બીજી તરફ આરસીબીની ટીમમાં ઍકથી ઍક ચડિયાતા ખેલાડી હોવા છતાં તેઅો ઍકપણ મેચ જીતી શક્યા નથી તે નવાઇની વાત છે. મહત્વના સમયે જે રીતે તેમની બેટિંગ લાઇનઅપ વેરવિખેર થઇ જાય છે, તે ખામી તેમણે સુધારવાની જરૂર છે.
