કોલકાતા : ટોચની રેન્કિંગ ધરાવતી ઇંગ્લેન્ડ અને ભારતીય ટીમ ભલે વર્લ્ડકપમાં પ્રબળ દાવેદાર ગણાતી હોય પણ દક્ષિણ આફ્રિકાના અનુભવી ઝડપી બોલર ડેલ સ્ટેનનું કહેવું છે કે વર્લ્ડ કપમાં રેન્કિંગ કોઇમ મહત્વ ધરાવતી નથી.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના આ ઝડપી બોલરે કહ્યું હતું કે મને લાગે છે કે રેન્કિંગ બાબતે ઍટલું ન વિચારવું જાેઇઍ. હાલમાં રેન્કિંગ મહત્વ નથી ધરાવતી, મને તો ખબર પણ નથી કે વેસ્ટઇન્ડિઝની શું રેન્કિંગ છે પણ તેમણે હાલમાં જ ઇંગ્લેન્ડને હરાવ્યુંં છે. ઓસ્ટ્રેલિયા હારતું હતું અને હવે જીતવા માંડ્યું છે. તેણે કહ્યું હતું કે મને લાગે છે કે દરેક ટીમ પાસે વર્લ્ડ કપ જીતવાની તક છે. તેના મતે જે ટીમ સ્થિતિ અનુસાર પોતાને ઢાળશે તેની સંભાવના વધી જશે.