રાશિદ ખાને બાંગ્લાદેશ સામેની એકમાત્ર ટેસ્ટમાં પહેલા દાવમાં 5 અને બીજા દાવમાં 6 વિકેટ ઉપાડીને ટેસ્ટમાં કુલ 11 વિકેટ ખેરવી હતી અને સાથે જ તેણે બેટ વડે પોતાનો કમાલ બતાવીને 75 રન પણ બનાવ્યા હતા, તેને પગલે તે એક ટેસ્ટમાં 10થી વધુ વિકેટ અને અર્ધસદી ફટકારનારો વિશ્વનો ત્રીજો કેપ્ટન બન્યો છે, તેના પહેલા પાકિસ્તાનનો ઇમરાન ખાન અને ઓસ્ટ્રેલિયાનો એલન બોર્ડર આ પરાક્રમ કરી ચુક્યા છે. જો કે રાશિદ ખાન વિશ્વનો એવો પહેલો કેપ્ટન બન્યો હતો, જેણે કેપ્ટન તરીકેની ડેબ્યુ ટેસ્ટમાં એક અર્ધસદી ફટકારીને સાથે જ 10થી વધુ વિકેટ ઉપાડી હોય.
એક જ ટેસ્ટમાં અર્ધસદી અને 10થી વધુ વિકેટ ઉપાડનાર કેપ્ટન
ખેલાડી દેશ હરીફ ટીમ વર્ષ
ઇમરાન ખાન પાકિસ્તાન ભારત 1983
એલન બોર્ડર ઓસ્ટ્રેલિયા વેસ્ટઇન્ડિઝ 1989
રાશિદ ખાન અફઘાનિસ્તાન બાંગ્લાદેશ 2019
ટેસ્ટ જીતનારો સૌથી યુવા કેપ્ટન બની રાશિદ ખાને રચ્યો ઇતિહાસ
અહીં રમાયેલી એકમાત્ર ટેસ્ટમાં અફઘાનિસ્તાને જીત મેળવી તેની સાથે જ કેપ્ટન રાશિદ ખાને ટેસ્ટ જીતનારો સૌથી યુવા કેપ્ટન બન્યો હતો. રાશિદે 20 વર્ષ 350 દિવસની વયે ટેસ્ટ વિજય મેળવ્યો છે. આ પહેલા પાકિસ્તાનના વકાર યુનૂસ 22 વર્ષ 15 દિવસની વયે ટેસ્ટ જીતનારો સૌથી યુવા કેપ્ટન બનવાનો રેકોર્ડ કર્યો હતો. આ યાદીમાં ત્રીજા ક્રમે દક્ષિણ આફ્રિકાનો ગ્રીમ સ્મિથ છે જેણે 22 વર્ષ 82 દિવસની વયે ટેસ્ટ જીતી હતી.
સૌથી ઓછી વયે ટેસ્ટ વિજય મેળવનાર કેપ્ટન
ખેલાડી દેશ હરીફ ટીમ ઉંમર જીતનો માર્જીન
રાશિદ ખાન અફઘાનિસ્તાન બાંગ્લાદેશ 20 વર્ષ 350 દિવસ 224 રન
વકાર યુનૂસ પાકિસ્તાન ઝિમ્બાબ્વે 22 વર્ષ 15 દિવસ 131 રન
ગ્રીમ સ્મિથ દ. આફ્રિકા બાંગ્લાદેશ 22 વર્ષ 82 દિવસ એક દાવ 60 રન
શાકિબ અલ હસન બાંગ્લાદેશ વેસ્ટઇન્ડિઝ 22 વર્ષ 115 દિવસ 4 વિકેટે