ભારતીય ટીમના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા વર્લ્ડકપ 2019માં ફિલ્ડર તરીકે સૌથી વધુ રન બચાવનારો ખેલાડી બન્યો હતો. જાડેજાઍ આ ટુર્નામેન્ટમાં કુલ મળીને 41 રન બચાવ્યા છે. અહીં ઉલ્લેખનીય વાત ઍ છે કે જાડેજા આ ટુર્નામેન્ટમાં માત્ર 2 મેચ રમ્યો છે. જે આ યાદીમાં સામેલ છે તે અન્ય ખેલાડીઓ કરતાં ઘણી ઓછી છે. યાદીમાં જે અન્ય ખેલાડીઓ છે જે 7થી લઇને 9 મેચ રમ્યા છે. પણ તે છતાં બધા તેનાથી નીચલા ક્રમે રહ્યા છે.
જાડેજાઍ પોતાની ફિલ્ડીંગમાં કલ મળીને 41 રન બચાવ્યા, તેમાંથી 24 રન ઇનર રીંગ મતલબ કે સર્કલની અંદર અને 17 રન આઉટફિલ્ડમાં બચાવ્યા હતા. બે મેચમાં તેણે 2 વિકેટ પણ ઉપાડી અને સાથે જ 3 કેચ પણ પકડ્યા. શ્રીલંકા સામે તેણે પોતાની પહેલી મેચ રમીને થિરીમાનેનો કેચ પકડ્યો હતો અને 1 વિકેટ લીધી હતી. તો ન્યુઝીલેન્ડ સામેની મેચમાં પણ 1 વિકેટ લેવા ઉપરાંત 2 કેચ પણ પકડ્યા હતા. આ સિવાય સબસ્ટિટ્યુટ ફિલ્ડર તરીકે તેણે ઓસ્ટ્રેલિયા સામે 2 કેચ તો ઇંગ્લેન્ડ સામે પણ 2 કેચ પકડ્યા હતા.
વર્લ્ડકપ 2019 દરમિયાન સૌથી વધુ રન બચાવનારા ખેલાડીઓ
ખેલાડી દેશ મેચ ઇનર રિંગ આઉટ ફિલ્ડ ઓવરઓલ રન
રવિન્દ્ર જાડેજા ભારત 2 24 17 41
માર્ટિન ગપ્તિલ ન્યુઝીલેન્ડ 9 39 -5 34
ગ્લેન મેક્સવેલ ઓસ્ટ્રેલિયા 9 9 23 32
માર્કસ સ્ટોઇનીસ ઓસ્ટ્રેલિયા 7 19 8 27
શેલ્ડન કોટ્રેલ વેસ્ટઇન્ડિઝ 9 17 10 27