વર્લ્ડકપની પહેલી સેમી ફાઇનલમાં ભારતના ટોપ ઓર્ડરના મોટાભાગના બેટ્સમેન ફેલ ગયા પછી મેદાનમાં આવેલા રવિન્દ્ર જાડેજાઍ 59 બોલમાં 4 છગ્ગા અને 4 ચોગ્ગાની મદદથી 77 રનની ઇનિંગ રમીને ઇતિહાસ રચ્યો હતો.
જાડેજા વર્લ્ડકપ સેમી ફાઇનલમાં ૭માં કે તેનાથી નીચલા ક્રમે બેટિંગમાં આવીને અર્ધસદી ફટકારનારો વિશ્વનો પહેલો ખેલાડી બન્યો હતો. આ ઉપરાંત જાડેજાઍ ધોની સાથે મળીને 7મી વિકેટની ભાગીદારીમાં 116 રન ઉમેરીને વર્લ્ડકપમાં સઇદ અનવર અને આકિબ જાવેદના 107 રનની ભાગીદારીના રેકોર્ડને પાછળ મુકી દીધો હતો.
જાડેજાઍ વનડેમાં સાડા ચાર વર્ષ પછી આ અર્ધસદી ફટકારી હતી, આ પહેલા તેણે ૫ સપ્ટેમ્બર 2014ના દિવસે લીડ્સમાં ઇંગ્લેન્ડ સામે અર્ધસદી ફટકારી હતી. તે દરમિયાન જાડેજા 87 રનની ઇનિંગ રમ્યો હતો જે વન ડેમાં તેનો સર્વાધિક સ્કોર છે.