મુંબઇ : ૩૦મી મેથી ઇંગ્લેન્ડમાં શરૂ થનારા આઇસીસી વનડે વર્લ્ડ કપ માટે આજે જ્યારે ૧૫ સભ્યોની ભારતીય ટીમની જાહેરાત થઇ ત્યારે તેમાં અંબાતી રાયડુનું નામ ન હોવા છતાં કોઇને નવાઇ લાગી નહોતી. ટીમમાં ઍ જ ખેલાડીને સામેલ કરાયા જે છેલ્લા બે વર્ષથી ટીમ સાથે જાડાયેલા હોય, જા કે તેમાં રાયડુનું નામ ન હોવાથી નવાઇ ઍટલા માટે લાગે કે તેણે બે વર્ષ પહેલા ટીમમાં ચોથા ક્રમના બેટ્સમેન તરીકે પોતાના પગ જમાવી દીધા હતા. જાકે વર્લ્ડકપ નજીક આવ્યો ત્યાં સુધીમાં તે અચાનક જ આઉટ અોફ ફોર્મ થઇ ગયો અને તેના કારણે તેણે આ મહાકુંભની ટિકીટ ગુમાવી હતી.
આઇપીઍલમાં ચેન્નઇ વતી સારું પ્રદર્શન કરીને તે ટીમમાં ફરી પોતાનું સ્થાન જમાવે તેવી સંભાવના વ્યક્ત થતી હતી, પણ તે આઇપીઍલમાં પણ પોતાનું પ્રદર્શન ઍવું ધમાકેદાર કરી શક્યો નહોતો. રાયડુઍ પોતાની વનડે કેરિયરમાં ૫૫ મેચની ૫૦ ઇનિંગમાં તેણે ૪૭.૦૫ની ઍવરેજથી ૭૯.૦૪ની સ્ટ્રાઇક રેટથી ૧૬૯૪ રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે ૩ સદી અને ૧૦ અર્ધસદી ફટકારી છે. ચાર વર્ષની કેરિયરમાં તેનું પ્રદર્શન ઉતાર ચઢાવવાળું રહ્યું છે. ટીમ ઇન્ડિયામાં તેને સર્વાધિક તક મળી છે પણ તે અનુસાર પ્રદર્શન કરવામાં રાયડુ નિષ્ફળ રહ્યો છે.
