બેંગ્લુરૂ : 4થી મેના રોજ અહીં રમાયેલી સનરાઇઝર્સ હૈદરાબાદ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચેની મેચ દરમિયાન કેમેરામેન દ્વારા આરસીબીની એક ફેન ગર્લ પર સતત કેમેરો ફરતો રખાયો હતો અને તેના કારણે માત્ર એક રાતમાં આ ફેન ગર્લ મશહૂર બની ગઇ હતી. તેનો ફોટો અને વીડિયો એટલી ઝડપથી વાયરલ થયા કે મેચ જોનારા મોટાભાગના લોકો તેને શોધવા માટે દરેક સોશિયલ મીડિયાને ખુંદી વળ્યા હતા અને પરિણમામે આ ફેન ગર્લના ફોલોઅરની સંખ્યામાં એક રાતમાં દોઢ લાખનો વધારો થયો હતો.
આ ફેન કમ મિસ્ટ્રી ગર્લનું નામ દીપિકા ઘોષ છે અને હાલમાં ઇન્સ્ટાગ્રામ પર તેના ફોલોઅરની સંખ્યા 235019 જેટલી છે. કેમેરામેને અલગ અલગ મુદ્રામાં આ ફેન ગર્લના એટલા ફોટા ક્લિક કર્યા હતા કે લોકોએ કેમેરામેનને કેમેરામેન ઓફ ધ યરનો એવોર્ડ આપવાની ભલામણ કરી દીધી હતી.આરસીબીએ તો આ મેચ જીતી લીધી પણ આ ફેન ગર્લે જેટલી આ મેચમાં લાઇમલાઇટ મેળવી એટલી લાઇમલાઇટ તો આરસીબી વતી મેચ વિનીંગ ઇનિંગ રમનારા શિમરોન હેટમાયરને પણ મળી નહોતી. દિપીકાના કેટલાક ફોટાઓ અહીં શેર કરવામાં આવ્યા છે, તે જોતા એવું લાગે છે કે તેને લાઇમલાઇટમાં રહેવાની આદત છે.
દીપિકાને તો લોકોએ નેશનલ ક્રશ પણ જાહેર કરી દીધી હતી. લોકોએ તો #RCBgirl હેશટેગથી ઘણાં મીમ્સ બનાવીને શેર કર્યા હતા. દીપિકા ઘોષનું સોશિયલ મીડિયા એકાઉન્ટ ફંફોસતા તેના ઘણાં બોલિવુડ સેલિબ્રીટી સાથેના ફોટાઓ તેમાં જોવા મળ્યા હતા. અને તે પોતે બોલિવુડની સ્ટાઇલિસ્ટ હોવાનુ પણ જાણવા મળ્યું હતું.