વેસ્ટઇન્ડિઝ ક્રિકેટ ટીમમાંથી નિવૃત્તિ લીધી હોવા છતાં વર્લ્ડ કપ 2019 માટે માજી કેપ્ટન ડ્વેન બ્રાવોને રિઝર્વ ખેલાડીઓની યાદીમાં રખાયો છે. ક્રિકેટ વેસ્ટઇન્ડિઝે બ્રાવોની સાથોસાથ ઓલરાઉન્ડર કિરોન પોલાર્ડને પણ આ યાદીમાં સામેલ કર્યો છે. આઇપીઍલમાં ચેન્નઇ સુપર કિંગ્સ વતી રમતા બ્રાવોઍ અંતિમ વનડે અોક્ટોબર 2014માં રમી હતી અને ૨૦૧૬માં તેણે વેસ્ટઇન્ડિઝ વતી અંતિમ ટી-20 રમી હતી.
બ્રાવો કેપ્ટન હતો ત્યારે જ 2014માં વેસ્ટઇન્ડિઝની ટીમ પોતાના બોર્ડ સાથેના મતભેદના કારણે ભારત પ્રવાસ અધવચ્ચેથી પડતો મુકીને સ્વદેશ પરત ફરી હતી. પોલાર્ડે પોતાની અંતિમ વનડે 2016માં પાકિસ્તાન સામે અબુધાબીમાં રમી હતી. જ્યારે ટી-20માં તેણે ગતવર્ષે નવેમ્બરમાં ભારત સામે વેસ્ટઇન્ડિઝનું પ્રતિનિધિત્વ કર્યુ હતું. આ બે સિવાય સુનિલ અંબરિશ, જોનાથન કાર્ટર, રોસ્ટન ચેઝ, શેન ડાઉરીચ, કીમો પોલ, ખારી પિયરે અને રેમન્ડ રિફર પણ આ યાદીમાં સામેલ છે.