ઓસ્ટ્રેલિયા સામે રવિવારે રમાયેલી વર્લ્ડ કપની મેચમાં રોહિત શર્મા અને શિખર ધવને મળીને ફરી ઍકવાર શતકીય ભાગીદારી કરી હતી અને આ ભાગીદારી સાથે ભારતીય જોડી આઇસીસી વનડે ટૂર્નામેન્ટમાં સર્વાધિક શતકીય ભાગીદારી મામલે સંયુક્ત રૂપે મેથ્યુ હેડન અને ઍડમ ગિલક્રિસ્ટની સાથે પહેલા ક્રમે બેસી હતી. હેડન અને ગિલક્રિસ્ટના નામે સર્વાધિક 6 વાર શતકીય ભાગીદારીનો રેકોર્ડ હતો.
ધવન અને રોહિતે પણ રવિવારની મેચમાં છઠ્ઠીવાર શતકીય ભાગીદારી કરીને તેમની બરોબરીઍ બેસી હતી. હવે પછીની મેચમાં સંભવતઃ ભારતીય ટીમની આ ઓપનીંગ જોડી ઓસ્ટ્રેલિયન દિગ્ગજોની જોડીથી આગળ નીકળી જાય તેવી પુરી સંભાવના છે.
આઇસીસી વનડે ટૂર્નામેન્ટમાં સર્વાધિક શતકીય ભાગીદારી
જોડી દેશ ભાગીદારી
ગિલક્રિસ્ટ-હેડન ઓસ્ટ્રેલિયા 6
રેહિત-શિખર ભારત 6
દિલશાન-સંગાકારા શ્રીલંકા 5
ગિબ્સ-કર્સ્ટન દક્ષિણ આફ્રિકા 4