મુંબઇ : કિંગ્સ ઇલેવન પંજાબ સામેની મેચ જીતી ગયા પછી મુંબઇ ઇન્ડિયન્સના કાર્યકારી કેપ્ટન કિરોન પોલાર્ડે કહ્યું હતું કે રોહિત શર્માને અગમચેતી દાખવીને આરામ આપવામાં આવ્યો હતો. તેણે કહયું હતું કે રોહિત આવતી મેચથી ટીમમાં પાછો ફરશે. વર્લ્ડ કપ માટેની ટીમ પસંદગીના પાંચ દિવસ પહેલા થયેલી ઇજાને કારણે રોહિત શર્મા કિંગ્સ ઇલેવન સામેની બુધવારની મેચમાં રમ્યો નહોતો. તે મંગળવારે પ્રેક્ટિસ દરમિયાન ઘાયલ થયો હતો.
પોલાર્ડે કહ્યું હતું કે નિશ્ચિતપણે રોહિત ટીમનો કેપ્ટન છે અને માત્ર અગમચેતીના કારણસર તેને આરામ આપવામાં આવ્યો છે. તે આવતી મેચથી પાછો ફરવો જોઇએ. એ ઉલ્લેખનીય છે કે 2008 પછી એવું પહેલીવાર બન્યું છે કે જેમાં રોહિત શર્મા આઇપીએલની કોઇ મેચ ન રમ્યો હોય. મતલબ કે સતત 11 વર્ષ પછી તે આઇપીએલની કોઇ મેચમાં મેદાનમાં ઉતર્યો નહોતો. આ મેચમાં પોલાર્ડે મુંબઇ ઇન્ડિયન્સનું સુકાન સંભાળ્યું હતું.