નવી દિલ્હી : મુંબઇ ઇન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માઍ આજે દિલ્હી કેપિટલ્સ સામેની મેચમાં પોતાના સ્કોરમાં જેવા 12 રન કર્યા તેની સાથે જ તેણે ટી-20માં 8000 રન પુરા કર્યા હતા. રોહિત શર્માઍ આઇપીઍપ ટી-20 લીગ અને ઇન્ટરનેશનલ ટી-20 મેચ મળીને 8 હજાર રન પુરા કર્યા હતા. 8 હજારી બનનારો તે ભારતનો ત્રીજા ખેલાડી બન્યો હતો, તેના પહેલા સુરેશ રૈના 8216 અને વિરાટ કોહલી 8183 રન સાથે આ આંકડે પહોંચી ચુક્યા છે. રોહિત 30 રન કરીને આઉટ થયો હતો. આ સાથે જ તેના રનનો આંકડો 8018 પર પહોંચ્યો છે. રોહિતે 307 ટી-20 મેચની 294 ઇનિંગમાં આ આંકડો પુરો કર્યો છે. આ દરમિયાન તેનો સર્વોચ્ચ સ્કોર 116 રહ્યો છે અને તેમાં તેણે ટીમ ઇન્ડિયા વતી 6 સદી ફટકારી છે. જ્યારે 53 અર્ધસદી તેના નામે નોંધાયેલી છે.
