વેસ્ટઇન્ડિઝ સામેની બીજી ટી-20માં 67 રનની ઇનિંગ રમીને ટીમ ઇન્ડિયાના વિજયમાં મહત્વની ભૂમિકા ભજવનારા રોહિત શર્માએ રવિવારે કેટલીક નવી સિદ્ધિઓને પણ પોતાના નામે જોડી દીધી છે. રોહિત હવે ટી-20 ક્રિકેટમાં સર્વાઘિક 215 છગ્ગા મારનારો ખેલાડી બનવાની સાથે જ 2400 રનનો આંકડો પાર કરનારો દુનિયાનો પહેલો બેટ્સમેન બની ગયો છે.
રોહિત શર્માના નામે ટી-20માં સર્વાધિક 4 સદીનો પણ રેકોર્ડ છે. તેના પછી ગ્લેન મેક્સવેલ અને કોલિન મુનરો 3-3 સદી સાથે બીજા ક્રમે જ્યારે માર્ટિન ગપ્તિલ, ક્રિસ ગેલ બ્રેન્ડન મેક્કલમ 2-2 સદી સાથે સંયુકત ત્રીજા ક્રમે છે. રોહિત શર્માએ રવિવારે 67 રનની ઇનિંગ રમી તેની સાથે જ તેના કુલ રનનો આંક 2400 પાર પહોંચી ગયો છે. આ આંકડે પહોંચનારો તે વિશ્વનો પહેલો બેટ્સમેન બન્યો છે. તેના નામે હાલ 2422 રન છે અને તેના પછી વિરાટ કોહલી 2310 રન સાથે બીજા ક્રમે છે. સર્વાધિક બાઉન્ડરી મતલબ કે છગ્ગા અને ચોગ્ગા બંને મળીને કુલ 322 બાઉન્ડરી રોહિતના નામે છે અને તે આ મામલે પણ અન્ય કરતાં ઘણો આગળ છે.
ટી-20માં સ્રવાધિક બાઉન્ડરી (ચોગ્ગા+છગ્ગા) મારનારા ખેલાડીઓ
ખેલાડી દેશ મેચ છગ્ગા ચોગ્ગા કુલ બાઉન્ડરી
રોહિત શર્મા ભારત 96 107 215 322
માર્ટિન ગપ્તિલ ન્યુઝીલેન્ડ 76 103 200 303
બ્રેન્ડન મેક્કલમ ન્યુઝીલેન્ડ 71 91 199 290
મહંમદ શહઝાદ અફઘાનિસ્તાન 65 72 218 290
વિરાટ કોહલી ભારત 69 55 225 280
ટી-20માં સર્વાધિક 50+ ઇનિંગ રમનારા ટોપ ફાઇવ ખેલાડીઓ
ખેલાડી દેશ મેચ 50+ રન
રોહિત શર્મા ભારત 96 21
વિરાટ કોહલી ભારત 69 20
માર્ટિન ગપ્તિલ ન્યુઝીલેન્ડ 76 16
ક્રિસ ગેલ વેસ્ટઇન્ડિઝ 58 15
બ્રેન્ડન મેક્કલમ ન્યુઝીલેન્ડ 71 15
ટી-20માં સર્વાધિક છગ્ગા મારનારા ટોપ ફાઇવ ખેલાડીઓ
ખેલાડી દેશ મેચ છગ્ગા
રોહિત શર્મા ભારત 96 107
ક્રિસ ગેલ વેસ્ટઇન્ડિઝ 58 105
માર્ટિન ગપ્તિલ ન્યુઝીલેન્ડ 76 103
કોલિન મુનરો ન્યુઝીલેન્ડ 52 92
બ્રેન્ડન મેક્કલમ ન્યુઝીલેન્ડ 71 91
ટી-20માં સર્વાધિક રન કરનારા ટોપ ફાઇવ ખેલાડીઓ
ખેલાડી દેશ મેચ કુલ રન સદી અર્ધસદી એવરેજ
રોહિત શર્મા ભારત 96 2422 4 17 32.72
વિરાટ કોહલી ભારત 69 2310 0 20 49.14
માર્ટિન ગપ્તિલ ન્યુઝીલેન્ડ 76 2272 2 14 33.91
શોએબ મલિક પાકિસ્તાન 111 2263 0 7 30.58
બ્રેન્ડન મેક્કલમ ન્યુઝીલેન્ડ 71 2140 2 13 35.66
ટી-20 ઇન્ટરનેશનલમાં સર્વાધિક સદી ફટકારનારા ટોપ ફાઇવ બેટ્સમેન
ખેલાડી દેશ મેચ ઇનિંગ સદી
રોહિત શર્મા ભારત 96 88 4
ગ્લેન મેક્સવેલ ઓસ્ટ્રેલિયા 59 53 3
કોલિન મુનરો ન્યુઝીલેન્ડ 52 49 3
માર્ટિન ગપ્તિલ ન્યુઝીલેન્ડ 76 74 2
બ્રેન્ડન મેક્કલમ ન્યુઝીલેન્ડ 71 70 2
એરોન ફિન્ચ ઓસ્ટ્રેલિયા 52 52 2
ક્રિસ ગેલ વેસ્ટઇન્ડિઝ 58 54 2