વર્લ્ડ કપ 2016ની પાકિસ્તાન સામેની રવિવારની મેચમાં ભારતીય ટીમના ખેલાડીઓઍ ઍકપછી ઍક ઘણાં રેકોર્ડમાં પોતાનું નામ દાખલ કરાવ્યું હતું. આ મેચમાં રોહિત શર્મા અને કેઍલ રાહુલ પહેલીવાર ઓપનીંગ જોડીદાર તરીકે મેદાનમાં ઉતર્યા હતા અને બંનેઍ મળીને પહેલી વિકેટ માટે 136 રનની ભાગીદારી કરી હતી. આ ભાગીદારી સાથે જ વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે સૌથી મોટી ભાગીદારીનો રેકોર્ડ રોહિત શર્મા અને કેઍલ રાહુલની જોડીના નામે થયો હતો. અને તેમણે સચિન-સિદ્ધુના નામે નોંઘાયેલી સર્વાધિક રનની ઓપનીંગ ભાગીદારીનો 23 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાંખ્યો હતો.
વર્લ્ડ કપમાં પહેલીવાર કોઇ ભારતીય ઓપનીંગ જોડીઍ પાકિસ્તાન સામે શતકીય ભાગીદારી કરી છે. પાકિસ્તાન સામે ઓપનીંગ જાડીની સર્વાધિક ભાગીદારીનો રેકોર્ડ સચિન તેંદુલકર ઍ નવજાત સિદ્ધુના નામે હતો, જે તેમણે 1996ના વર્લ્ડકપમાં 90 રનની ભાગીદારી કરીને બનાવ્યો હતો. વળી આ જાડીઍ વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે કોઇપણ વિકેટની સૌથી મોટી ભાગીદારીનો રેકોર્ડ પણ બનાવ્યો હતો.
પાકિસ્તાન સામે ભારતીય ટીમની કોઇપણ વિકેટની શતકીય ભાગીદારી
જોડીદાર કઇ વિકેટ ભાગીદારી મેદાન વર્ષ
રાહુલ-રોહિત પહેલી વિકેટ 136 માન્ચેસ્ટર 2019
ધવન-કોહલી બીજી વિકેટ 129 ઍડિલેડ 2015
કોહલી-રૈના ત્રીજી વિકેટ 110 ઍડિલેડ 2015
કૈફ-સચિન ત્રીજી વિકેટ 102 સેન્ચુરિયન 2003