મુંબઇ : ભારતીય ટીમના વાઇસ કેપ્ટન રોહિત શર્મા વર્લ્ડકપ માટેની ટીમ પસંદગીના 5 દિવસ પહેલા જમણા પગના સ્નાયુમાં ઇજાને કારણે આઇપીઍલની મેચમાંથી બહાર બેઠો છે. આઇપીઍલની છેલ્લી 11 સિઝનમાં પહેલીવાર રોહિત શર્મા આઇપીઍલની કોઇ મેચમાંથી બહાર રહ્યો છે. મુંબઇ ઇન્ડિયન્સ દ્વારા ઍક નિવેદનમાં કહેવાયું હતું કે રોહિત શર્માના જમણા પગના સ્નાયુમાં પ્રેકિટસ દરમિયાન ઇજા થઇ હતી. તે છેલ્લા 24 કલાકમાં ઝડપથી સાજા થઇ રહ્યો છે. અગમચેતીના કારણોસર અમે તેને આજે કિ્ંગ્સ ઇલેવન પંજાબ સામેની મેચમાંથી આરામ આપવાનો નિર્ણય કર્યો છે.
પાંચ દિવસ પછી વર્લ્ડકપ માટે ટીમની પસંદગી થવાની હોવાથી ટીમ મેનેજમેન્ટની પણ રોહિતની ઇજા પર નજર
મુંબઇ ઇન્ડિયન્સના કાર્યકારી કેપ્ટન કિરોન પોલાર્ડે કહ્યું હતું કે રોહિત સાજો છે, બસ અગમચેતીના કારણે અમે તેને આરામ આપ્યો છે. મુંબઇ ઇન્ડિયન્યે આગામી 8 દિવસમાં 3 મેચ રમવાની છે અને ભારતીય ટીમ મેનેજમેન્ટ પણ તેની ઇજા પર નજર રાખશે. વિરાટ કોહલી પછી રોહિત ટીમ ઇન્ડિયા માટે બીજા સૌથી મહત્વનો ખેલાડી છે. ત્યારે કોચ રવિ શાસ્ત્રી અને ફિઝિયો પેટ્રીક ફરહાર્ટ પણ તે ઝડપથી રિકવરી કરે તેના પર નજર રાખશે. ઍવું માનવામાં આવે છે કે પેટ્રિક ફરહાર્ટ રોહિતની ઇજા બાબતે મુંબઇ ઇન્ડિયન્યના ફિઝિયો નીતિન પટેલ સાથે સંપર્કમાં રહીને તેને આ મામલે દિશા નિર્દેશ આપશે.