રોહિત શર્માઍ રવિવારે અહીં ઓસ્ટ્રેલિયા સામે વનડેમાં સૌથી ઝડપી 2000 રન પુરા કરવાની સિદ્ધિ મેળવી હતી. આ પહેલા સચિન તેદુલકકરે ઓસ્ટ્રેલિયા સામે 40 ઇનિંગમાં 2000 રન પુરા કર્યા હતા, જ્યારે રોહિતે 37મી ઇનિંગમાં જ આ આંકડો પુરો કરી લીધો હતો.
મેચ પહેલા રોહિતને આ આંકડો પુરો કરવા માટે 13 રન જરૂરી હતા, તેણે રવિવારે 57 રન કરવા સાથે ઓસ્ટ્રેલિયા સામે કુલ 2044 રન કર્યા છે. જો કે આ ઓસ્ટ્રેલિયા સામે સર્વાધિક રન મામલે સચિન પહેલો છે, જેણે 3077 રન કર્યા છે, જ્યારે રોહિત એ યાદીમાં ચોથા ક્રમે છે, તેના પહેલા સસિચન ઉપરાંત વેસ્ટઇન્ડિઝના ડેસમન્ડ હેઇન્સ અને વિવિયન રિચાર્ડસ છે.
ઓસ્ટ્રેલિયા સામે ૨૦૦૦થી વધુ રન કરનારા ખેલાડીઓ
ખેલાડી દેશ રન
સચિન તેંદુલકર ભારત ૩૦૭૭
ડેસમન્ડ હેઇન્સ વેસ્ટઇન્ડિઝ ૨૨૬૨
વિવિયન રિચાર્ડસ વેસ્ટઇન્ડિઝ ૨૧૮૭
રોહિત શર્મા ભારત ૨૦૪૪