ભારતીય ટીમના ઓપનર રોહિત શર્માએ યુવરાજ સિંહની રોલર કોસ્ટર રાઇડ જેવી કેરિયરની પ્રશંસા કરતાં કહ્યું હતું કે આ કળાત્મક બેટ્સમેનને 17 વર્ષ સુધીના ટોચના લેવલના ક્રિકેટ પછી બહેતર વિદાયનો હકદાર હતો. ભારતીય વનડે ટીમના વાઇસ કેપ્ટને ટિ્વટર પર લખ્યું હતું કે તમને કોઇ વસ્તુનું મહત્વ ત્યારે સમજાય છે જ્યારે તે તમારી પાસે નથી રહેતી. ભાઇ. તને ઘણો બધો પ્રેમ, તું એક બહેતર વિદાયનો હકદાર હતો.
રોહિતના આ ટિ્વટના જવાબમાં યુવરાજે લખ્યું હતું કે તેને આ વાંચીને સારું લાગ્યું.સાથે જ તેણે એવું પણ લખ્યું હતું કે રોહિત આગામી સમયમાં મહાન ખેલાડી બનશે. ભારતીય ટીમ વતી વેસ્ટઇન્ડિઝ સામે જૂન 2017માં પોતાની અંતિમ ઇન્ટરનેશનલ મેચ રમનાર યુવરાજે સોંમવારે મુંબઇમાં પોતાની નિવૃત્તિની જાહેરાત કરી હતી.