રવિવારે રમાયેલી વર્લ્ડકપની ફાઇનલમાં સુપર અોવર પણ ટાઇ થઇ તે પછી બાઉન્ડરીના આધારે વિજેતા નક્કી કરવાના આઇસીસીના નિયમની વિશ્વ ક્રિકેટના હાલના અને માજી ખેલાડીઅોઍ મજાક ઉડાવીને આઇસીસીના આ નિયમને હાસ્યાસ્પદ ગણાવીને તેની ટીકા કરી હતી. ફાઇનલમાં ઇંગ્લેન્ડે ૨૨ ચોગ્ગા અને ૨ છગ્ગા ફટકાર્યા હતા, જ્યારે ન્યુઝીલેન્ડે માત્ર ૧૬ ચોગ્ગા ફટકાર્યા હતા.
આ બાબતે ભારતીય ટીમના અોપનર અને વાઇસ કેપ્ટન રોહિત શર્માઍ ટ્વિટ કર્યુ હતું કે ક્રિકેટના કેટલાક નિયમો અંગે ગંભીરતાથી વિચારણા કરવાની જરૂર છે. માજી ક્રિકેટર અને હાલના સાંસદ ગૌતમ ગંભીરે ટ્વિટ કર્યુ હતું કે મને ઍ નથી સમજાતું કે વર્લ્ડકપ ફાઇનલ જેવી મેચમાં વિજેતા ચોગ્ગા અને છગ્ગાના આધારે કઇ રીતે નક્કી કરી શકાય. આ હાસ્યાસ્પદ નિયમ છે. ખરેખર તો આ ટાઇ ગણાવી જાઇઍ, બંને ટીમને મારા અભિનંદન.
યુવરાજ સિંહે લખ્યું હતું કે હું આ નિયમ સાથે સહમત નથી પણ નિયમ આખરે નિયમ છે. ઇંગ્લેન્ડને છેવટે વર્લ્ડકપ જીતવા માટે શુભેચ્છા. ન્યુઝીલેન્ડ માટે મને દુખ થયું છે જેણે અંત સુધી ઝઝુમવાનું ચાલુ રાખ્યું. ન્યુઝીલેન્ડના અોલરાઉન્ડર સ્કોટ સ્ટાયરિસે કટાક્ષ કરતાં લખ્યું હતું કે જોરદાર કામ આઇસીસી, તમે પોતે જ ઍક જાક જેવા છો. બિશન સિંહ બેદીઍ લખ્યું હતું કે અકલ્પનિય નિયમથી ઇંગ્લેન્ડ જીત્યું, સારું તો ઍ ગણાયું હોત કે બંનેને સંયુક્ત વિજેતા જાહેર કરાયા હોત. અોસ્ટ્રેલિયાના ડીન જાન્સ અને ન્યુઝીલેન્ડના ડિયોન નાશે પણ આ બાબતે ટીકા કરી હતી.