કોલકાતા : વિરાટ કોહલીની જોરદાર સદી અને મોઇન અલીની વિસ્ફોટક 66 રનની ઇનિંગની મદદથી આજે અહીં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે મુકેલા 214 રના લક્ષ્યાંક સામે કોલકાતા નાઇટ રાઇડર્સનો પનો માત્ર 10 રન ટુંકો પડ્યો હતો. આન્દ્રે રસેલે ફરી ઍકવાર જારદાર ફટકાબાજી કરી હતી પણ અંતિમ ઓવરમાં 24 રન કરવાના આવ્યા હતા તેમાં મોઇન અલીઍ તેને ઍટલી છૂટ ન આપી તેના કારણે કોલકાતા નાઇટ રાઇડર્સ 10 રને હારી ગયું હતું.
રાણા સાથે મળીને રસેલ કેકેઆરને વિજય સુધી લાવ્યો પણ અંતે મોઇન અલીના અનુભવે તેમને હરાવ્યા
214 રનના લક્ષ્યાંક સામે કોલકાતા નાઇટ રાઇડર્સની શરૂઆત ઘણી ખરાબ થઇ હતી અને પહેલી ઓવરમાં જ ક્રિસ લીન આઉટ થયો હતો અને તે પછી 33 રનના સ્કોર પર તેમણે 3 વિકેટ ગુમાવી હતી. અહીંથી રોબિન ઉથપ્પા અને નીતિશ રાણાઍ 46 રનની ભાગીદારી કરી હતી. 79 રનના સ્કોર પર ચોથી વિકેટ ઉથપ્પા સ્વરૂપે પડી હતી. તે પછી નીતિશ રાણા અને આન્દ્રે રસેલે જારદાર ફટકાબાજી કરીને કેકેઆરને મેચમાં પાછું લાવ્યા હતા. બંનેઍ મળીને 8 ઓવરમાં 118 રનની ભાગીદારી કરીને સ્કોર 197 સુધી લઇ આવ્યા હતા, અને ઍ સ્કોર પર રસેલ 25 બોલમાં 9 છગ્ગા અને 2 ચોગ્ગાની મદદથી 65 રન કરીને રન આઉટ થયો હતો. રાણા 46 બોલમાં 9 ચોગ્ગા અને 5 છગ્ગાની મદદથી 85 રન કરી નોટઆઉટ રહ્યો હતો. આરસીબીના આજના વિજયનું શ્રેય મોઇન અલીને આપવું પડે, કારણ તેણે છેલ્લી ઓવરમાં રસેલ અને રાણાને 24 રન કરવા દીધા નહોતા.
મોઇન અલી 28 બોલમાં 66 રન અને કોહલી 58 બોલમાં 100 રન કરી આઉટ થયા
આ પહેલા કોલકાતાઍ ટોસ જીતીને પહેલા ફિલ્ડીંગ પસંદ કર્યા પછી આરસીબીની શરૂઆત સારી રહી નહોતી અને ચોથી ઓવરમાં જ તેમણે પાર્થિવ પટેલની વિકેટ ગુમાવી હતી. તે પછી અક્ષદીપ નાથ અને વિરાટ કોહલી ધીમુ રમ્યા હતા અને તેના પરિણામે પાવરપ્લેમાં સ્કોર 1 વિકેટે 42 રન હતો. 10 ઓવર પછી આરસીબીનો સ્કોર 2 વિકેટે 70 રન થયો હતો. તે પછી કોહલી અને મોઇન અલીઍ રનગતિ વધારી હતી. મોઇન અલીઍ 24 બોલમાં અર્ધસદી પુરી કરી અને બંને વચ્ચે 43 બોલમાં 90 રનની ભાગીદારી થઇ હતી. મોઇન 28 બોલમાં 6 છગ્ગા અને 5 ચોગ્ગાની મદદથી 66 રન કરીને આઉટ થયો તે પછી કોહલીઍ આક્રમક વલણ અપનાવીને સ્ટોઇનીસ સાથે અંતિમ 4 ઓવરોમાં 64 રનની ભાગીદારી કરી હતી, કોહલીઍ 58 બોલમાં 9 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 100 રન કર્યા હતા. કોહલી છેલ્લા બોલે 100 રન કરીને આઉટ થયો હતો અને તે સમયે આરસીબીનો સ્કોર 4 વિકેટે 213 રન થયો હતો. આરસીબીઍ અંતિમ 5 ઓવરમાં ટીમના સ્કોરમાં કુલ 91 રન જોડ્યા હતા.