બેંગલુરૂ : મુંબઇ ખાતે સુપર ઓવરમાં મુંબઇ ઇન્ડિયન્સ સામે હારેલી સનરાઇઝર્સ આવતીકાલે જ્યારે અહીં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે મેદાને પડશે ત્યારે તેની નજર આરસીબીને હરાવીને પ્લેઓફમાં સ્થાન મેળવવા પર હશે. મુંબઇ સામે સુપર ઓવરમાં મળેલો પરાજય તેમને ઘણો ખુંચતો હશે. જો કે હવે તેઓ ઍ પરાજયને ભુલાવીને આગલી મેચમાં 2 પોઇન્ટ મેળવવા પર ધ્યાન કેન્દ્રિત કરીને બેઠા છે. હૈદરાબાદની રનરેટ પ્લસ 0.653 છે જે પ્લેઓફની રેસમાં સામેલ અન્ય ટીમો કરતાં ઘણી સારી છે.
હૈદરાબાદ જો શનિવારે હારી પણ જાય તો પણ તેને પ્લેઓફમાં પહોંચવાની સારી તક રહેશે, શરત માત્ર ઍટલી કે કોલકાતા નાઇટ રાઇડર્સ અને ક્ગ્સિં ઇલેવન પંજાબ પોતાની બેમાંથી ઍક મેચ હારી જાય. ડેવિડ વોર્નરની ગેરહાજરીમાં ગુરૂવારે મુંબઇ ઇન્ડિયન્સ સામે મનીષ પાંડેઍ જવાબદારી ઉઠાવી લઇને 47 બોલમાં 71 રન બનાવ્યા હતા અને તેણે અંતિમ બોલે છગ્ગો ફટકારીને મેચ સુપર અોવરમાં મોકલી હતી. ટીમ મેનેજમેન્ટને જો કે કેપ્ટન કેન વિલિયમ્સન, વિજય શંકર અને રિદ્ધિમાન સાહા પાસે સારી ઇનિંગની આશા હશે.
હૈદરાબાદના બોલરોનું પ્રદર્શન સારું રહ્યુ છે, શનિવારે તેમનો સામનો ઍબી ડિવિલિયર્સ અને વિરાટ કોહલી જેવા જાખમી કહી શકાય તેવા બેટ્સમેનો સામે છે, તેથી તેમણે સતર્કતા રાખવી પડશે. સામે પક્ષે જો કે આરસીબી પ્લેઓફની રેસમાંથી આઉટ થઇ ચુકી છે. પણ જા તેઅો પ્રતિષ્ઠા બચાવવા માટે રમશે તો તેઓ સનરાઇઝર્સ હૈદરાબાદનું ગણિત બગાડી શકે છે.