મહાન બેટ્સમેન સચિન તેંદુલકર ભલે એવી આશા બાંધીને બેઠો હોય કે આ વખતનો વર્લ્ડ કપ ટીમ ઇન્ડિયા જીતે પણ તે જેમનામાં મેચનું પાસું પલટી નાખવાની કાબેલિયત છે એવા ડેવિડ વોર્નર, રાશિદ ખાન અને જોફ્રા આર્ચરના પ્રદર્શન પર નજર રાખીને બેઠો છે. સચિને ઇંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની મેચમાં કોમેન્ટ્રી કરતી વખતે આ વાત કરી હતી.
પોતાની કોમેન્ટ્રી દરમિયાન સચિને કહ્યું હતું કે મને લાગે છે કે રાશિદ આ ટુર્નામેન્ટમાં અપસેટ કરવા માટે મહત્વનો સાબિત થશે. સચિન ઇચ્છે છે કે રાશિદ ડીપ મિડ વિકેટના ફીલ્ડર દ્વારા બેટ્સમેનો માટે પડકાર ઊભો કરે. તેની સાથે જ સચિને કહ્યું હતું કે આઇપીએલ દરમિયાન ડેવિડ વોર્નરનું ટોચનું ફોર્મ તેના જોરદાર પ્રદશર્ન માટે મહત્વનું પુરવાર થઇ શકે છે.