મુંબઇ : ભારતમાં લોકોને સેલિબ્રિટિની પર્સનલ લાઇફ વિશે જાણવાની હંમેશા ઉત્સુકતા રહે છે. તે લોકો શું ખાય છે, કેવી રીતે રહે છે અને તે લોકોના મિત્રો કોણ છે, વગેરે-વગેરે…..
પણ જો આ સેલિબ્રિટિ ખુદ જણાવે તેમના જીવનની અંગત વાતો તો…..
સચીને પોસ્ટ કરી ફોટો
આવું જ કઇક બન્યુ છે ક્રિકેટના ભગવાન સાથે. ક્રિકેટના ભગવાન એવા સચિન તેંડુલકરે શુક્રવારે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક તસ્વીર પોસ્ટ કરી. સચિનની આ ફોટો થોડા જ કલાકોમાં બે લાખ લોકોએ પસંદ કરી હતી. સચીને તે ફોટોમાં લખ્યું હતું કે આ મિત્રો મારા જીવનના મહત્વના મિત્રો છે.
સચીન અને કાંબલીને સાથે જોતા ચાહકો ખુશ થયા
સચિને આ ફોટોમાં સાથે કેપ્શનમાં લખ્યું કે રમતે મને જિંદગી ભરના દોસ્ત આપ્યા છે. સચિનની આ તસ્વીરમાં સૌથી હેરાન કરાનારી બાબત આ તસ્વીરમાં તેની સાથે વિનોદ કાંબલીનું હોવું છે. આ તસ્વીરમાં સચિનની સાથે ભારત અને મુંબઈના પૂર્વ અને ઝડપી બોલર અજીત અગરકર પણ નજર આવી રહ્યો છે. આ ઉપરાંત અમોલ મજૂમદાર અને નીલેશ કુલકર્ણી પણ આ તસ્વીરમાં છે. સચિને કેપ્શન આપ્યું, ક્રિકેટે જીવનમાં મને જે સૌથી શાનદાર વસ્તુઓ આપી છે તેમાં જીવનભરના દોસ્તો શામેલ છે. આમની સાથે મેદાન પર અને મેદાનની બહારની એકપણ પળ બોરિંગ નથી હોતી.
વિનોદ કાંબલીએ પણ સચીન માટે ટ્વીટ કર્યું
તેંડુલકર અને કાંબલી આ પહેલા મુંબઈમાં એક બુલ લોન્ચના અવસર પર જોવા મળ્યા હતા. આ પછી કાંબલીએ ટ્વીટ કર્યું હતું, ‘માસ્ટર બ્લાસ્ટર, આઈ લવ યૂ.’