મોહાલી : સનરાઇઝર્સ હૈદરાબાદના મધ્યમ ઝડપી બોલર સંદીપ શર્માઍ પોતાની ટીમના નબળા મિડલ ઓર્ડરનો
બચાવ કરતાં કહ્યું હતું કે ઍક નિષ્ફળતા આધારે કોઇ મત નક્કી કરી લેવો યોગ્ય નથી. સનરાઇઝર્સની ટીમ
સોમવારે કિંગ્સ ઇલેવન પંજાબ સામે 6 વિકેટે હારી તેમાં ઓપનર ડેવિડ વોર્નરે તો સર્વાઘિક રન બનાવ્યા પણ
મિડલ ઓર્ડરના બેટ્સમેન ચાલ્યા નહોતા. સંદીપે મિડલ ઓર્ડર બાબતે ક્હ્યું હતું કે અમારા ઓપનર જ ઍટલું સારું
પ્રદર્શન કરતાં હતા કે મિડલ ઓર્ડરની કસોટી જ થતી નહોતી. આ મેચમાં પણ વોર્નરે રન બનાવ્યા, ઍક જ
મેચમાં મિડલ ઓર્ડર ન ચાલ્યું તેથી તેના આધારે કોઇ મત ન બાંધી શકાય.
