નવી દિલ્હી : ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાની બહેન અનમ લગ્નના બંધનમાં બાંધવા જઈ રહી છે. પૂર્વ ક્રિકેટર મોહમ્મદ અઝહરુદ્દીનના પુત્ર અસદ સાથે અનમના લગ્ન (નિકાહ) થઇ રહ્યા છે. લોકોની નજર આ હાઇ પ્રોફાઇલ લગ્ન પર છે. લગ્ન પહેલાનું પ્રિવેડિંગ શૂટ અને મહેંદીની વિધિઓ નિકાહ પહેલા સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહી છે.
સાનિયા મિર્ઝા, અનમ મિર્ઝા અને અઝહરુદ્દીન ઇન્સ્ટાગ્રામ પર લગ્ન સમારોહની તસવીરો શેર કરી રહ્યાં છે. અસદ અને અનમના લગ્નના સમાચાર ઘણા સમય પહેલા આવી રહ્યા હતા. બંને લાંબા સમયથી ડેટિંગ કરી રહ્યા છે. અનમના આ બીજા લગ્ન છે. તેણીના પહેલા લગ્ન પછી છૂટાછેડા થયા છે.
અનમ મિર્ઝા વ્યવસાયે ફેશન ડિઝાઇનર છે અને તે પોતાનું ફેશન આઉટલેટ પણ ચલાવે છે. અનમના ફેશન આઉટલેટમાં સાનિયા મિર્ઝા ઘણીવાર ડ્રેસમાં જોવા મળે છે.