વર્લ્ડકપ શરૂ થવા પહેલા ટીમ ઇન્ડિયાના હેડ કોચ રવિ શાસ્ત્રી અને તેના સહયોગી સ્ટાફનો કરાર પુરો થવા છતાં ૪૫ દિવસ સુધી તેમનો કાર્યકાળ વધારવાની વાતો ચાલતી હતી પણ હવે જ્યારે ટીમ ઇન્ડિયા સેમી ફાઇનલમાં જ હારી ગઇ છે ત્યારે બીસીસીઆઇ આકરું વલણ અપનાવી શકે છે અને તેમાંથી ઍક મહત્વના સભ્ય ઍવા બેટિંગ કોચ સંજય બાંગરનું પત્તુ કપાવાની સંભાવના છે.
સૂત્રોના કહેવા મુજબ શાસ્ત્રી અને બોલિંગ કોચ ભરત અરુણ તેમજ ફિલ્ડીંંગ કોચ આર શ્રીધરનો કાર્યકાળ ૪૫ દિવસ વધારી દેવાશે પણ સંજય બાંગર અંગે કંઇ કહી શકાય તેમ નથી. કારણકે ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડના ઍક જૂથનું માનવું છે કે તેણે પોતાનું કામ હજુ વધુ સારી રીતે કરવાની જરૂર હતી. બાંગર બેટિંગ કોચ હોવા છતાં ટીમના મિડલ ઓર્ડરને મજબૂત ન કરાવી શક્યો હોવાથી તેની બાદબાકી થઇ શકે તેવા ઍંધાણ છે. વિજય શંકરને તેણે સંપૂર્ણ ફિટ ગણાવ્યો અને તેના બીજા દિવસે જ તે વર્લ્ડકપમાંથી બહાર થઇ ગયો તે બાબત બીસીસીઆઇને ગમી નથી અને તે બાબત તેની વિરુદ્ધમાં ગઇ છે.
૦–