ચેન્નઇ : કિંગ્સ ઇલેવન પંજાબ સામેની રવિવારે રમાયેલી મેચથી ચેન્નઇ સુપર કિંગ્સ વતી આઇપીઍલમાં ડેબ્યુ કરનારા સ્કોટ કગ્લેનનો આજે ટીમમાં સમાવેશ થયો તેની સાથે વિવાદ સર્જાયો છે. ઇજાને કારણે બે અઠવાડિયા આઇપીઍલમાંથી બહાર થયેલા ડ્વેન બ્રાવોને સ્થાને કગ્લેનનો ટીમમાં સમાવેશ કરાયો હતો. દક્ષિણ આફ્રિકાનો લુંગી ઍન્ગીડી આઇપીઍલની આખી સિઝનમાંથી બહાર થયા પછી ન્યુઝીલેન્ડના આ બોલરને સીઍસકેઍ પોતાની સાથે જાડ્યો હતો.
સ્કોટ કગ્લેન ન્યુઝીલેન્ડના માજી ક્રિકેટર ક્રિસ કગ્લેનનો પુત્ર છે અને આ વર્ષે જ જાન્યુઆરીમાં શ્રીલંકા સામે તેણે ટી-૨૦માં ડેબ્યુ કર્યુ હતું. આ વર્ષે ભારતના પ્રવાસે આવેલી કીવી ટીમમાં પણ તે સામેલ હતો. 2015માં હેમિલ્ટન સ્થિત ઍક ઍપાર્ટમેન્ટમાં ઍક મહિલા પર બળાત્કારનો તેના પર આરોપ લાગેલો છે. ન્યુઝીલેન્ડમાં આ મામલે તેના પર 2016 અને 2017માં બે વાર બળાત્કારના કેસ ચાલ્યા છે. પહેલી જ્યુરીઍ તેને કસુરવાર ગણ્યો નહોતો, જ્યારે બીજી જ્યુરીઍ તેને મુક્ત કરી દીધો. જા કે સ્કોટે પોતે સુનાવણી દરમિયાન સ્વીકાર્યુ હતું કે ઍ મહિલાઍ તેને નો કહ્યું હતું.