આઇસીસી ક્રિકેટ વર્લ્ડકપની આજે અહીં ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચેની પહેલી સેમી ફાઇલમાં વરસાદે વિઘ્ન નાંખતા મેચ ફરી શરૂ થઇ શકી નહોતી અને તેના કારણે મેચ બુધવારના અનામત દિવસ પર ખસેડવામાં આવી હતી. વરસાદને કારણે મેચ બંધ થઇ ત્યારે ન્યુઝીલેન્ડે 46.1 ઓવરમાં 5 વિકેટના ભોગે 211 રન બનાવ્યા હતા અને નિયમ અનુસાર રિઝર્વ ડેના દિવસે આ મેચ આવતીકાલ પર જાય તો જ્યાંથી અટકી છે ત્યાંથી જ તે શરૂ કરવામાં આવશે.
વરસાદને કારણે મેચ અટકી તે પછી લગભગ ચાર કલાક જેવા સમય સુધી રમત શરૂ કરી શકાય નહોતી. વરસાદે પણ જાણે કે રમત રમવાનું નક્કી કર્યુ હોય તેમ જારદાર વરસાદ પડે અને તે પછી વરસાદ થોડો સમય અટકે અને ગ્રાઉન્ડ સ્ટાફ પોતાની કામગીરી શરૂ કરવાની તૈયારી કરે કે પછી ફરી વરસાદ તુટી પડે અને તેના કારણે મેદાનમાં સુપર સોકર દ્વારા જે પણ થોડી કામગીરી કરવામાં આવી હોય તેના પર પાણી ફરી વળે. આમ કરતાં ચાર કલાક જેવો સમય નીકળી ગયો પણ મેચ ફરી શરૂ કરી શકાઇ નહોતી.
ભારતીય સમય અનુસાર રાત્રે ૧૦ વાગ્યે અને મેદાનના સ્થાનિક સમય અનુસાર 5.45 વાગ્યાની આસપાસ વરસાદ સંપૂર્ણ રોકાઇ ગયો ત્યારે અમ્પાયરોઍ મેદાનનું નિરીક્ષણ કર્યુ હતું અને તે પછી બંને અમ્પાયર પહેલા ભારતીય ટીમના ડ્રેસિંગ રૂમમાં ગયા હતા, જ્યાં તેમણે વિરાટ કોહલી સાથે ચર્ચા કરી હતી અને તે પછી ન્યુઝીલેન્ડના ડ્રેસિંગ રૂમમાં જઇને કેન વિલિયમ્સન સાથે ચર્ચા કરીને પછી જાહેર કરાયું હતું કે થોડા સમય પછી ફરી ઍકવાર મેદાનનું નિરીક્ષણ કરવામાં આવશે. તે પછી મેદાનના સ્થાનિક સમય અનુસાર 6.15 વાગ્યે મેદાનનું નિરિક્ષણ કરીને મેચ બુધવારના રિઝર્વ ડે પર ખસેડવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આવતીકાલે આ મેચ જ્યાં અટકી છે ત્યાંથી મતલબ કે 46.1 ઓવરથી જ શરૂ કરવામાં આવશે.
ભારતીય સમયાનુસાર રાત્રે 10 વાગ્યે કવર હટાવાયાં ત્યારે આઉટફિલ્ડમાં ઘણું પાણી હતુ અને મેચ કોઇ રીતે ફરી શરૂ થાય ઍમ ન હતું. જા કે વરસાદ અગાઉ દિવસ ભારતનો રહ્યો હતો ને કેટલાકને લાગ્યું કે સારું થયું ટોસ હાર્યા, કાલે પણ ભારતને લાભ રહેશે કેમકે મેચ ફરીથી નહીં પણ જ્યાંથી અધુરી છે ત્યાંથી શરૂ થવાની છે. જા કાલે મેચ નહીં રમાય તો ભારત ટોચ પર હોવાથી ફાઇનલમાં જશે. આવતીકાલે પણ આજ કરતાં વધુ વરસાદની આગાહી છે, જો કાલે વરસાદ પડે ને ઓવર ઓછી થઇ જાય તો ભારતે ન્યુઝીલેન્ડના ટાર્ગેટની સાથે સાથે ડકવર્થ લુઇસના ટાર્ગેટને પણ ધ્યાને રાખીને રમવું પડશે. વરસાદ કયા તબક્કે પડે છે તેના પર પણ આધાર રહેશે.