ભારત અને ન્યુઝીલેન્ડની ટીમ હવે થોડી જ વારમાં ઓલ્ડટ્રેફર્ડના મેદાન પર વર્લ્ડકપની પહેલી સેમી ફાઇનલ રમવા માટે મેદાન પર ઉતરશે, ત્યારે માન્ચેસ્ટરથી એક સારા સમાચાર એ આવ્યા છે કે અહીં સવારના સમયે જે હળવા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી તેના હાલમાં કોઇ અણસાર જણાતા નથી.
હવામાનનું તાજુ અપડેટ એવું છે કે મેદાનર પર હળવો તડકો નીકળ્યો છે અને વાદળો દૂર છૂટાછવાયા દેખાઇ રહ્યા છે. આ સ્થિતિમાં અહીં હાલના તબક્કે વરસાદની સંભાવના લાગતી નથી. હાલમાં જે સ્થિતિ છે તેને જોઇને એવું લાગી રહ્યું છે કે રમવા માટે હાલમાં માન્ચેસ્ટરનું હવામાન જોરદાર છે.
Win the toss and ______? ? #CWC19 | #INDvNZ pic.twitter.com/BzbH3QvzsD
— Cricket World Cup (@cricketworldcup) July 9, 2019
ક્રિકેટ વર્લ્ડ કપના સત્તાવાર ટિ્વટર હેન્ડલ પરથી વિકેટનો એક ફોટો શેર કરાયો છે અને તેમાં સાથે જ લખાયું છે કે વીન ધ ટોસ એન્ડ..? તેમણે શેર કરેલા ફોટામાં પીચની બાજુમાં થોડો ભીનો ભાગ દેખાય છે તે રાત્રે પડેલા વરસાદને કારણે હોઇ શકે છે.
The many moods of @RishabPant777!#TeamIndia | #CWC19 pic.twitter.com/pTY7VPW6pU
— Cricket World Cup (@cricketworldcup) July 9, 2019
આ દરમિયાન ભારતીય ટીમનો યુવા વિકેટકીપર ઋષભ પંત મેદાનમાં વોર્મઅપ કરતો જોવા મળ્યો હતો. તેના ફોટા પણ ક્રિકેટ વર્લ્ડ કપના ટિ્વટર હેન્ડલ પર શેર કરવામાં આવ્યા છે.