નવી દિલ્હી : પાકિસ્તાની ક્રિકેટ ટીમના માજી કેપ્ટન શાહિદ આફ્રિદીઍ આખરે પોતાની આત્મકથામાં પોતાની સાચી ઉંમર જાહેર કરી છે. તેણે ઍવી સ્પષ્ટતા કરી છે કે તેનો જન્મ 1975માં થયો હતો. સત્તાવાર આંકડા અનુસાર 1980માં નહી. આફ્રિદીઍ કરેલા આ ખુલાસાનો મતલબ ઍ છે કે 1996માં તેણે જ્યારે નૈરોબીમાં શ્રીલંકા સામે વિક્રમી 37 બોલમાં સદી ફટકારી ત્યારે તેની વય 16 વર્ષની નહોતી.
આફ્રિદીઍ પોતાની આત્મકથા ગેમ ચેન્જરમાં લખ્યું છે કે હું 19 વર્ષનો હતો, 16 વર્ષનો નહીં. તેણે દાવો કર્યો હતો કે તેનો જન્મ 1975માં થયો હતો. અધિકારીઅોઍ મારી ઉંમર ખોટી લખી હતી. જો કે તે સમયે તે 19 વર્ષનો હોવાનો દાવો પણ ભ્રમ પેદા કરે છે. કારણ જો તે 1975માં જનમ્યો હોય તો ઍ વિક્રમી સદી વખતે તેની ઉંમર 21 વર્ષ હોવી જાઇઍ.