વનડે ક્રિકેટના ઓલરાઉન્ડર રેન્કિંગમાં નંબર વન ઍવા શાકિબ અલ હસને દક્ષિણ આફ્રિકા સામેના વિજયમાં મહત્વની ભૂમિકા ભજવી હતી, તેણે આ મેચમાં પોતાની 250 વનડે વિકેટ પુરી કરીને વનડે ક્રિકેટમાં સૌથી ઝડપી 250 વિકેટ અને 5000 રનનો ડબલ પુરો કર્યો હતો. તેણે પાકિસ્તાની ઓલરાઉન્ડર અબ્દુલ રઝાકનો રેકોર્ડ તોડીને સાથે જ સનથ જયસુર્યા, શાહિદ આફ્રિદી જેવા દિગ્ગજ ક્રિકેટરોને પાછળ મુક્યા હતા. શાકિબે માત્ર 199 વનડેમાં 250 વિકેટ અને 5000 રનનો ડબલ પુરો કર્યો હતો. અબ્દુલ રઝાક આ પહેલા 258 મેચમાં સૌથી ઝડપી ડબલ પુરા કરવાનો રેકોર્ડ ધરાવતો હતો.
વનડે ક્રિકેટમાં 250 વિકેટ અને 5000 રનનો ડબલ પુરો કરનાર ખેલાડીઓ
ખેલાડી વનડે
શાકિબ અલ હસન 199
અબ્દુલ રઝાક 258
શાહિદ આફ્રિદી 273
જેક કાલિસ 296
સનથ જયસુર્યા 304