હાલમાં જારદાર ફોર્મમાં ચાલી રહેલો શાકિબ અલ હસન બાંગ્લાદેશ વતી ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં ઍક ઇતિહાસ રચવાના આરે છે. બાંગ્લાદેશ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી આવતીકાલની મેચમાં જા શાકિબ અલ હસન 50 કે તેના કરતાં વધુ રનની ઇનિંગ રમશે તો તે વર્લ્ડ કપની સતત 5 મેચમાં 50 પ્લસ ઇનિંગ રમનારો બાંગ્લાદેશનો પહેલો ક્રિકેટર બની જશે.
શાકિબે વર્લ્ડકપની ચાર મેચમાં 124, 121, 64 અને 75 રનની ઇનિંગ રમી છે, અને દક્ષિણ આફ્રિકા તેમજ વેસ્ટઇન્ડિઝ સામેની મેચમાં ટીમના વિજયમાં મુખ્ય ભૂમિકા ભજવી છે. વર્લ્ડ કપ પહેલા તેણે આયરલેન્ડ સામેની મેચમાં પણ 50 રન કરીને નોટઆઉટ રહ્યો હતો.
શાકિબ અલ હસનની છેલ્લી પાંચ વનડે ઇનિંગ
સ્કોર વિરોધી ટીમ ટુર્નામેન્ટ
124 વેસ્ટઇન્ડિઝ વર્લ્ડકપ
121 ઇંગ્લેન્ડ વર્લ્ડકપ
64 ન્યુઝીલેન્ડ વર્લ્ડકપ
75 દક્ષિણ આફ્રિકા વર્લ્ડકપ
50 આયરલેન્ડ ત્રિકોણીય સિરીઝ