રવિવારે અહીં રમાયેલી દક્ષિણ આફ્રિકા સામેની વર્લ્ડ કપની મેચમાં બાંગ્લાદેશના શાકિબ અલ હસન અને મુશ્ફીકર રહીમે ત્રીજી વિકેટ માટે 142 રનની ભાગીદારી કરીને વર્લ્ડ કપમાં બાંગ્લાદેશ વતી સર્વાધિક રનની ભાગીદારીનો રેકોર્ડ કર્યો હતો. આ પહેલા 2015ના વર્લ્ડકપમાં મહમુદુલ્લાહ અને મુશ્ફીકર રહીમે કરેલી ભાગીદારીના નામે આ રેકોર્ડ હતો. બંનેઍ મïળીને ઇંગ્લેન્ડ સામે તે સમયે 141 રનની ભાગીદારી કરી હતી. શાકિબ અને રહીમની ભાગીદારીના કારણે જ બાંગ્લાદેશનો સ્કોર 300 પાર પહોંચ્યો હતો.
બાંગ્લાદેશ વતી વર્લ્ડ કપમાં નોંધાયેલી સર્વાધિક રનની ભાગીદારીઓ
ભાગીદારી ખેલાડીઓ વિરોધી ટીમ વર્ષ
142 શાકિબ-રહીમ દક્ષિણ આફ્રિકા 2019
141 મહમુદુલ્લાહ-રહીમ ઇંગ્લેન્ડ 2015
139 તમીમ-મહમુદુલ્લાહ સ્કોટલેન્ડ 2015
114 શાકિબ-રહીમ અફઘાનિસ્તાન 2015