ભારતીય ટીમનો ઓપનર શિખર ધવન બુધવારે વર્લ્ડ કપમાંથી પોતાના અંગુઠામાં થયેલી ઇજાને કારણે આઉટ થઇ ગયો છે અને તેના સ્થાને કવર તરીકે મોકલાયેલા યુવા વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતનો ટીમમાં સમાવેશ કરી લેવાયો છે. ધવનના અંગુઠાના ભાગે થયેલા ફ્રેકચરનું નવેસરથી નિરીક્ષણ કરાયા પછી તેમાં જાઇઍ તેવો સુધારો નહીં જણાતા આ નિર્ણય લેવાયો છે.
33 વર્ષીય ધવનને ડાબા હાથના અંગુઠામાં 9મી જૂને ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં પેટ કમિન્સનો બોલ વાગ્યો તે પછી ઍવું જાહેર કરાયું હતુ કે તે પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને વેસ્ટઇન્ડિઝ સામેની મેચ નહીં રમી શકે તે પછી ધવન ફીટ થઇ જવાનું કહેવાયું હતું. જા કે આજે ટીમના ઍડમિનિસ્ટ્રેટિવ મેનેજર સુનિલ સુબ્રમણ્યમે પત્રકારોને માહિતી આપી હતી કે ધવનના ડાબા હાથના પહેલા મેટાકાર્પલમાં ફ્રેકચર થયું છે અને ઘણાં નિષ્ણાતોની સૂચનાનું પાલન કરી તેને જુલાઇના મધ્યભાગ સુધી આ રીતે હાથનો ઍ ભાગ લાકડામાં જકડાયેલો રહેશે અને તેને સતત નિરીક્ષણ હેઠળ રખાશે. તેના કારણે તે આઇસીસી વર્લ્ડ કપમાંથી આઉટ થઇ ગયો છે. તેમણે ઉમેર્યુ હતું કે અમે તેના સ્થાને ઋષભ પંતનો સમાવેશ કરવા માટે આઇસીસીને લેખિતમાં જાણ કરી દીધી છે.
ઋષભ પંત પહેલાથી તેના કવર તરીકે ઇંગ્લેન્ડમાં ટીમ સાથે જાડાઇ ચૂક્યો છે અને હવે તે 15 સભ્યોની ટીમમાં ડાબોડી ઓપનરની જગ્યા લઇ લેશે. જા કે ઍ કહેવું મુશ્કેલ છે કે પંતને વર્લ્ડ કપની કોઇ મેચમાં ડેબ્યુ કરવાની તક મળશે કે કેમ. વર્લ્ડ કપ માટેની ટીમ જ્યારે જાહેર થઇ ત્યારે પંતનો ટીમમાં સમાવેશ ન થતાં ખાસ્સો ઉહાપોહ થયો હતો, તે પછી તેને સ્ટેન્ડ બાય ખેલાડી તરીકે રખાયો હતો અને હવે તે ૧૫ સભ્યોની ટીમમાં સામેલ થયો છે.