પૂર્વ પાકિસ્તાની કેપ્ટન શોએબ મલિક બાંગ્લાદેશ પ્રીમિયર લીગમાં ફોર્ચ્યુન બારીશાલ ટીમ તરફથી રમી રહ્યો હતો પરંતુ એક મેચમાં મલિકે એક જ ઓવરમાં 3 નો બોલ ફેંકીને બધાને ચોંકાવી દીધા હતા. આ પછી, તેના પર ફિક્સિંગની શંકાઓ થવા લાગી અને તે ટૂર્નામેન્ટ અધવચ્ચે જ છોડી ગયો.
પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન અને અનુભવી ઓલરાઉન્ડર શોએબ મલિક સતત ચર્ચામાં રહે છે.
ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાથી છૂટાછેડા બાદ ત્રીજી વખત લગ્ન કરનાર શોએબ મલિક પર હવે ગંભીર આરોપો લાગ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર બાંગ્લાદેશ પ્રીમિયર લીગની ટીમ ફોર્ચ્યુન બરીશાલે મેચ ફિક્સિંગના આરોપમાં શોએબ મલિકને ટીમમાંથી બહાર કરી દીધો છે.