ઇંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાયેલી વર્લ્ડકપની ફાઇનલ આમ જોવા જઇઍ તો ઘણી રોમાંચક રહી પણ ઍ મામલે હવે વિવાદો ઉઠવાના શરૂ થયા છે. ઍકતરફ સુપર ઓવર પણ ટાઇ થઇ તે પછી બાઉન્ડરીના આધારે ઇંગ્લેન્ડને વિજેતા જાહેર કરવા મામલે વિવાદ ઉઠ્યો છે. ત્યારે બીજો વિવાદ માર્ટિન ગપ્તિલના ઓવર થ્રો પર ઇંગ્લેન્ડને મળેલા 6 રન મામલે ઉઠ્યો છે. માજી અમ્પાયર સાઇમન ટફેલ અને હરિહરને ઍવું કહ્યું છે કે હકીકતમાં નિયમોનુસાર આ ઓવર થ્રો પર ઇંગ્લેન્ડને 5 રન મળવા જોઇતા હતા પણ તેને બદલે તેને 6 રન અપાયા અને તેથી તે આ મેચ ટાઇ કરાવી શક્યું. જા કે આઇસીસીઍ આ મામલે કોઇ ટીપ્પણી કરવાનું નકાર્યુ છે.
આ થ્રો પર મળેલા 6 રન મામલે સાઇમન ટફેલનું કહેવું છે કે આ ઓવર થ્રો પર ઇંગ્લેન્ડને 5 જ રન મળવા જોઇઍ. 19.8ના નિયમ અનુસાર ફિલ્ડરના હાથમાંથી બોલ થ્રો થાય તે પહેલા બંને બેટ્સમેન ઍકબીજાને ક્રોસ કરી લે અને બોલ ઍ સમયે ઓવર થ્રોને કારણે જો બાઉન્ડરી પાર જતો રહે તો ઍ રન પુરો ગણાય અને તો તેમને 6 રન મળી શકે, પણ જો ઍવુ ન થયુ હોય તો રન અધુરો ગણાય અને તેથી 5 જ રન મળે. નિયમને જો ધ્યાને લેવામાં આવે તો ઍવું લાગે છે કે ફિલ્ડ અમ્પાયરોઍ આ મામલે ખોટો નિર્ણય લીધો છે. સ્પષ્ટ ઉદાહરણ ઍ રીતે આપી શકાય કે જ્યારે સ્ટોક્સ અને તેની સામેનો ખેલાડી આદિલ રાશિદ બીજો રન લેવા દોડ્યા અને તેમણે ઍકબીજાને ક્રોસ કર્યા તે પહેલા ગિલે બાઉન્ડરી પરથી થ્રો કરી દીધો હતો તો પછી બીજો રન અધૂરો ગણીને તેને રદ કરીને ઇંગ્લેન્ડને અહીં 5 જ રન આપવા જોઇતા હતા.
આઇસીસીના પાંચવારના સર્વશ્રેષ્ઠ અમ્પાયર રહી ચુકેલા ટફેલે કહ્યું હતું કે આ ઍક સ્પષ્ટ ભુલ હતી. ખરેખર ઍ ખુબ જ ખરાબ નિર્ણય હતો. ઇંગ્લેન્ડને 5 રન મળવા જાઇતા હતા, 6 નહીં. માજી ભારતીય અમ્પાયર હરિહરને પણ ટફેલના સૂરમાં સૂર મેળવીને કહ્યું હતું કે કુમાર ધર્મસેનાઍ ન્યુઝીલેન્ડના સપનાને તોડ્યું છે. તે 6 રન નહીં પણ 5 રન હોવા જોઇતા હતા. આઇસીસીઍ આ મામલે ટીપ્પણી કરવાનું નકાર્યુ હતું. આઇસીસી પ્રવક્તાઍ કહ્યું હતુ કે અમ્પાયર નિયમોને ધ્યાનમાં રાખીને મેદાન પર નિર્ણય કરે છે અને નીતિગત બાબતોમાં અમે કોઇ ટીપ્પણી કરવા નથી માગતા.