સિડની : ઓસ્ટ્રેલિયાનો ઝડપી બોલર ઝાય રિચર્ડસન ખભાની ઇજાને કારણે બુધવારે વર્લ્ડ કપમાંથી આઉટ થઇ
જતા ઓસ્ટ્રેલિયાને મોટો ફટકો પડ્યો છે. ખભો ઉતરી જવાની તેની ઇજા યોગ્ય સમયે સાજી ન થઇ શકતાં તે વર્લ્ડ
કપમાંથી બહાર થયો છે અને ઓસ્ટ્રેલિયાઍ તેના સ્થાને કેન રિચર્ડસનનો ટીમમાં સમાવેશ કરાયો છે.
ઝાય રિચર્ડસનને આ ઇજા માર્ચમાં ઓસ્ટ્રેલિયન ટીમના યુઍઇ પ્રવાસમાં થઇ હતી. તે છતાં તેને વર્લ્ડ કપ માટેની ટીમમાં
સામેલ કરાયો હતો. જા કે હાલમાં જે ટેસ્ટ થયા તેમાં ઍ જાણવા મળ્યું હતું કે તે વર્લ્ડ કપ પહેલા સંપૂર્ણ ફીટ થઇ શકે તેમ
નથી. ટીમના ફિઝિયો થેરપિસ્ટ ડેવિડ બેકલીઍ કહ્યું હતું કે આ સમાચાર ઝાય અને ટીમ બંને માટે નિરાશાજનક છે. તેમણે
કહ્યું હતું કે હાલમાં નેટ્સમાં બોલિંગ અને ટેસ્ટ દરમિયાન ઍ જાણવા મળ્યું હતું કે ઝાયને ઍટલી સ્પિડ મળી નથી રહી
જેટલી જરૂરી છે. તેથી પસંદગીકારો સાથે સલાહ મસલત કરીને અમે તેને ટીમમાંથી હટાવવાનો નિર્ણય લીધો હતો.
કેન રિચર્ડસનને તેના સ્થાને સમાવયો છે. જાન્યુઆરીથી પીઠની ઇજાને કારણે બહાર જાશ હેઝલવુડ પણ તેનું સ્થાન લેવા
માટે રેસમાં હતો પણ તેને તક મળી નહોતી. ઓસ્ટ્રેલિયાની ટીમ 1 જૂને અફઘાનિસ્તાન વિરુદ્ધ પોતાનું વર્લ્ડકપ અભિયાન
શરૂ કરે તે પહેલા ૨૫ અને 27મી મેઍ ઇંગ્લેન્ડ અને શ્રીલંકા સામે વોર્મ અપ મેચ રમશે.