ગુજરાત ટાઇટન્સે IPL 2024 માટે શુભમન ગિલને કેપ્ટન તરીકે નિયુક્ત કર્યા છે. હાર્દિક પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સમાં જોડાયા બાદ ગુજરાતે ટીમની કમાન ગિલને સોંપી દીધી છે. 24 વર્ષીય શુભમન ગીલે ઘરેલુ ક્રિકેટમાં પંજાબની કેપ્ટનશીપ કરી છે. હાર્દિક પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સમાં જોડાયા બાદ કેન વિલિયમસન અને રાશિદ ખાનને ગુજરાતનો કેપ્ટન બનાવવામાં આવે તેવી અપેક્ષા હતી પરંતુ ફ્રેન્ચાઈઝીએ શુભમન ગિલ પર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
https://twitter.com/ShubmanGillFan/status/1729044987101516284?s=20