બ્રિસ્બેન : વર્લ્ડ કપ પહેલા રમાયેલી પ્રેક્ટિસ મેચની સિરીઝમાં ઓસ્ટ્રેલિયાનો માજી કેપ્ટન સ્ટીવ સ્મીથ ફોર્મમાં આવી ગયો છે. અહીં રમાયેલી ન્યુઝીલેન્ડ ઇલેવન સામેની અંતિમ પ્રેકિટસ મેચમાં સ્મીથના નોટઆઉટ 91 અને ગ્લેન મેક્સવેલના 70 રનની મદદથી ઓસ્ટ્રેલિયન ઇલેવને ડકવર્થ લુઇસ નિયમ હેઠળ 5 વિકેટે વિજય મેળવ્યો હતો. તેની સાથે જ 3 મેચની આ સિરીઝ ઓસ્ટ્રેલિયાઍ 2-1થી જીતી લીધી છે.
આ મેચમાં ન્યુઝીલેન્ડ ઇલેવને ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને વિલ યંગની સીની મદદથી 9 વિકેટે 286 રન બનાવ્યા હતા. લક્ષ્યાંકનો પીછો કરતાં ઓસ્ટ્રેલિયાઍ 44 ઓવરમાં 5 વિકેટના ભોગે 248 રન બનાવી લીધા હતા ત્યારે ખરાબ પ્રકાશને કારણે મેચ અટકાવવી પડી હતી. ડકવર્થ લુઇસ નિયમ અનુસાર અોસ્ટ્રેલિયાને વિજય માટે ત્યારે 44 ઓવરમાં 233 રન કરવાના હતા અને તેથી તે આ મેચ 5 વિકેટે જીતી ગયું હતું. સ્મીથે 108 બોલમાં 10 ચોગ્ગાની મદદથી 91 રન કર્યા હતા.