ઇજાને કારણે શિખર ધવન વર્લ્ડ કપમાંથી આઉટ થઇ ગયો છે અને ઝડપી બોલર ભુવનેશ્વર કુમાર પણ બે ત્રણ મેચ રમી નથી શકવાનો છતાં ભારતીય ટીમના માજી કેપ્ટન સૌરવ ગાંગુલીનું માનવું છે કે આ ફટકા છતાં ભારતીય ટીમ ઍટલી મજબૂત છે કે તે વર્લ્ડ કપની સેમી ફાઇનલ સુધી ચોક્કસ જ પહોંચશે.
ધવન ડાબા હાથના અંગુઠાના ફ્રેક્ચરમાં સુધારો ન થતાં આઉટ થયો છે જ્યારે ભુવનેશ્વર હેમસ્ટ્રીંગ ઇન્જરીને કારણે બે ત્રણ મેચ રમી શકે તેમ નથી. ગાંગુલીઍ કહ્યું હતું કે ઍક રીતે જાઇઍ તો આ ફટકો છે. પણ ભારતીય ટીમે પાકિસ્તાનને જે રીતે મોટા માર્જીનથી હરાવ્યું તેને ધ્યાને લેતા ટીમ ફોર્મમાં હોવાનું જણાય છે. તેણે કહ્યું હતું કે ઇજા પર કોઇનો કાબુ નથી પણ ભુવીની ગેરહાજરીમાં વિજય શંકરે સારું પ્રદર્શન કર્યુ. તે ટીમની મજબૂતાઇ દર્શાવે છે અને તે સેમી ફાઇનલ સુધી જરૂર પહોંચશે. ગાંગુલીઍ ઍવું ઉમેર્યુ હતું કે આ વર્લ્ડ કપમાં ભારતીય ટીમ ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા કરતાં પણ મજબૂત છે.