કોલકાતા : ભારતીય ટીમના માજી કેપ્ટન સૌરવ ગાંગુલીઍ કહ્યું છે કે ભારતીય ટીમની મજબૂત બાબતો તેને કોઇ પણ સ્પર્ધામાં પ્રબળ દાવેદાર બનાવે છે પછી તે વર્લ્ડ કપ કેમ ન હોય. સાથે જ તેણે કહ્યું હતું કે વર્લ્ડ કપની સેમી ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ અને પાકિસ્તાનની સાથે ચોથી ટીમ ભારતની હોય તેવી પુરી સંભાવના છે. 2003ના વર્લ્ડ કપમાં ફાઇનલ સુધીનો પ્રવાસ ખડનારી ભારતીય ટીમના કેપ્ટન સૌરવનું માનવું છે કે હાલનું રાઉન્ડ રોબિન ફોર્મેટના કારણે આ વખતનો વર્લ્ડ કપ સૌથી આકરી ટુર્નામેન્ટમાંથી ઍક બની રહેશે.
ગાંગુલીઍ કહ્યું હતું કે સેમી ફાઇનલના ચાર સ્થાન માટે હું ભારત, અોસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ અને પાકિસ્તાનના નામ પસંદ કરીશ. ચોક્કસ પણે ભારત ટાઇટલના દાવેદારોમાંથી ઍક છે. વનડે ક્રિકેટના આ મહાકુંભમાં ૧૦ ટીમો રાઉન્ડ રોબિન ફોર્મેટના આધારે ભાગ લેશે જેમાં સેમી ફાઇનલ પહેલા દરેક ટીમ બીજી ટીમ સામે ઍકવાર રમશે. ગાંગલીના મતે આ સૌથી આકરા વર્લ્ડકપમાંથી ઍક બનશે. ભારતીય ટીમ ઍટલી મજબૂત છે કે તે કોઇ પણ ટુર્નામેન્ટમાં પ્રબળ દાવેદાર હશે. તેના મતે આ વિશ્વકપ સર્વશ્રેષ્ઠ ફોર્મેટ છે. તમામ ટીમો સામે રમ્યા પછી ચાર સર્વશ્રેષ્ઠ ટીમ સેમી ફાઇનલમાં સ્થાન મેળવશે.