દક્ષિણ આફ્રિકાના માજી દિગ્ગજ ઓલરાઉન્ડર જેક કાલિસે કહ્યું હતું કે સતત બે મેચ હાર્યા પછી હવે અમારી ટીમ પાસે ટીમ ઇન્ડિયાની સામેની આગલી મેચમાં ભુલ કરવાનો કોઇ અવકાશ નથી અને દક્ષિણ આફ્રિકાઍ ભારતીય ટીમની પહેલી મેચની નર્વસનેસનો ફાયદો ઉઠાવવો જાઇઍ. કાલિસે આઇસીસી માટે લખેલી ઍક કોલમમાં જણાવ્યું હતું કે આ નિરાશાજનક પ્રદર્શન છે અને હવે આગલી મેચમાં ઘણું દબાણ રહેશે. જા આ મેચ હારશે તો દક્ષિણ આફ્રિકાના બિસ્તરા પોટલા બંધાઇ જશે. તેમે ક્હ્યું હતું કે ભારતીય ટીમ સામેનો પડકાર સરળ નહીં જ હોય. ઍ તેમની પહેલી અને અમારી ત્રીજી મેચ છે તો કદાચ ફાયદો મળી જાય.
