ઓસ્ટ્રેલિયાના કોચ જસ્ટિન લેન્ગરનું માનવું છે કે આવતીકાલે શનિવારે જ્યારે તેમની ટીમ વર્લ્ડ કપની અંતિમ લીગ મેચ માટે અહીં દક્ષિણ આફ્રિકા સામે મેદાને ઉતરશે ત્યારે બોલ ટેમ્પરિંગના કારણે 12 મહિનાનો પ્રતિબંધ વેઠી ચુકેલા ડેવિડ વોર્નર અને સ્ટીન સ્મિથ પર કોઇ વધારાનું પ્રેશર નહીં હોય. ઓસ્ટ્રેલિયાની ટીમ પહેલાથી જ સેમી ફાઇનલમાં પહોંચી ચુકી છે, જા કે શનિવારની મેચ ઍ નિર્ધારિત કરશે કે તેઓ પોઇન્ટ ટેબલમાં ટોચના સ્થાને પહોંચશે કે કેમ.
વોર્નર અને સ્મિથ દક્ષિણ આફ્રિકા સામે કેપટાઉન ટેસ્ટમાં બોલ ટેમ્પરિંગ પ્રકરણના કારણે ઍક વર્ષનો પ્રતિબંધ વેઠીને પછી ઓસ્ટ્રેલિયન ટીમમાં સામેલ થયા છે. પ્રતિબંધમાંથી પાછા ફર્યા પછી બંને પહેલીવાર દક્ષિણ આફ્રિકા સામે રમશે. હાલના વર્લ્ડકપમાં ઇંગ્લેન્ડમાં આ બંનેનો ઘણી મેચમાં હુરિયો પણ બોલાવાયો છે.
લેન્ગરે ઓર્લ્ડ ટ્રેફર્ડમાં જણાવ્યું હતું કે ઇંગ્લેન્ડમાં આવ્યા પછી તેમને જે બાબતની આશા હતી તે તેઓ સહન કરી ચુક્યા છે. આ મેચ અમારા ખેલાડીઓ માટે મહત્વની છે પણ અમારે લાગણીઓ પર કાબુ રાખવો પડશે. તેમણે કહ્યું હતું કે અમારે અહીંથી બે પોઇન્ટ મેળવવા પડશે અને વિજયની રિધમ જાળવી રાખવી પડશે. દક્ષિણ આફ્રિકાની ટીમ જા કે પોના અભિયાનનો અંત જીત સાથે જ કરવા માગશે, જો કે તેના ખેલાડીઓનો આત્મવિશ્વાસ જાઇને ઍવું લાગતું નથી કે તેઓ વિજય સાથે ઘરે પરત ફરશે.